- ગુજરાતમાં 14 IAS અધિકારીઓને સોંપાયા વધારાના ચાર્જ
- જામનગર કલેક્ટરને જામનગર મ્યુ. કમિશનરનો ચાર્જ સોંપવામા આવ્યો
- સામાન્ય વહીવટી વિભાગે આપ્યો આ આદેશ
રાજ્યમાં બઢતી તેમજ બદલીનો દોર શરૂ થઈ ગયો છે. થોડા સમય પહેલા જ 109 અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી હતી ત્યારે હવે સામાન્ય વહિવટી વિભાગ દ્વારા 14 IAS અધિકારીઓને રેગ્યુલર પોસ્ટિંગ ઉપરાંત વધારાનો ચાર્જ સોંપવામા આવ્યો છે.
IAS અઘિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો
ગુજરાતમાં 14 IAS અધિકારીઓને વધારાના ચાર્જ સોંપાયા છે. આ IAS અઘિકારીઓને રેગ્યુલર પોસ્ટિંગ ઉપરાંત વધારાના ચાર્જની સોંપણી કરવામા આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ આદેશ આપવામા આવ્યો છે.
જાણો કોને ક્યો વધારાનો ચાર્જ સોંપાયો
ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) અધિનિયમ, 1949 ની કલમ 39 દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય આપવામા આવ્યો છે. જેમાં બી.એ.શાહ (IAS) કલેક્ટર જામનગરને મ્યુનિસિપલ કમિશનર જામનગરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.જ્યારે પી.ડી.પલસાણા (IAS) મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિ., ગાંધીનગર ચીફ પર્સનલ ઓફિસર, કમિશનર ઓફ હેલ્થ, મેડિકલ સર્વિસિસ એન્ડ મેડિકલ એજ્યુકેશનની ઓફિસનો વધારાનો ચાર્જ સોંપવામા આવ્યો છે.
આ પણ વાંચો : સુરત મનપાની ઘોર બેદરકારી : સવારે બનાવેલો રોડ બપોરે આઈસ્ક્રીમની જેમ પીગળી ગયો