ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

રાજ્યના પોલીસકર્મીઓ માટે જાહેર કરાયેલ વધારાનું ભથ્થું આ તારીખથી પડશે લાગુ

Text To Speech

રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે જાહેર કરવામાં આવેલા વધારાના ભથ્થાને ક્યારથી લાગુ કરવામાં આવશે તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો ન હતો પરંતુ આજે સોમવારે મોડી સાંજે સરકારે આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જેમાં એલઆરડી કે ફિક્સ પગારના એએસઆઇથી માંડી એએસઆઈ સુધીના પોલીસકર્મીઓને મળવા પાત્ર રૂ. 5000 સુધીનું વધારાનું ભથ્થું આ મહિનાથી એટલે કે તા.1 ઓગસ્ટ 2022થી લાગુ પડશે.

જાહેરાત અને વધારાના પગાર ભથ્થા અંગે કેટલીક શરતો

રાજ્ય સરકારે જે વધારો આ મહિનાથી મંજૂર કર્યો છે. તે લાગુ પાડવાની સાથે કેટલીક શરતો પણ રજૂ કરી છે. જેમકે આ વધારાની ફિક્સ રકમ ઉપર કોઈપણ પ્રકારના ભથ્થા કે લાભ મળવા પાત્ર થશે નહિ. તેમજ આ શરત મુજબ વધારો મેળવવા ઈચ્છતા કર્મીઓએ એફિડેવિટ રૂપે બાહેંધરી આપવાની થશે જે આપ્યા બાદ જ વધારો મંજૂર કરવામાં આવશે.

Back to top button