- ફરિયાદમાં આરોપીઓનો પણ વધારો થયો
- SITની ટીમે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી
- ડમી કાંડમાં 10 આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા
ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં ફરિયાદમાં વધુ 4 આરોપીઓનો સમાવેશ થતા ડમી ઉમેડવાર કાંડમાં 44 આરોપીઓનો સમાવેશ થયો છે. જેમાં અત્યારસુધીમાં 14 આરોપીઓ ઝડપાયા હતા. ત્યારે આજ વધુ 5 આરોપીઓ ઝડપાતા કુલ 19 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે અને જેમાંથી 10 આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી શાળાના પ્રવેશોત્સવના નામે કરોડોનો ધુમાડો પણ ભણાવનાર જ નથી!
એસઆઈટીની ટીમે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી
ભાવનગર એસઆઈટીની ટીમે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમાં હસમુખભાઈ પુનાભાઈ ભટ્ટ તલાટી કમ મંત્રી કેરાળા ગામ તથા જયદીપ બાબુભાઈ ભેડા ડમી ઉમેદવાર તરીકે રે.ગઢડા તાલુકો તળાજા અને દેવાંગ યોગેશભાઈ રામાનુજ રે.વાડોદ તાલુકો ઉમરાળા તથા યુવરાજસિંહ જીતેન્દ્રસિંહ પરમાર રે. ઉસરડ તાલુકો શિહોર તેમજ જાની હિરેનકુમાર રવિશંકર રે. આખલોલ જકાતનાકા ભાવનગરના આ 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગર: ક્રિકેટ સટ્ટા રેકેટમાં સનસનીખેજ ખુલાસા થયા
ફરિયાદમાં આરોપીઓનો પણ વધારો થયો
ભાવનગર ડમીકાંડમાં હજુ પણ 25 જેટલા આરોપીઓ પોલીસ પકડથી દુર છે અને હાલ પોલીસે શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. આજ ઝડપાયેલા 5 આરોપીઓ પૈકી 4 આરોપીઓના નામ ફરિયાદમાં ઉમેરવામાં આવ્યા છે. જેથી ફરિયાદમાં આરોપીઓનો પણ વધારો થયો છે.