- પોલીસે 40 માંથી 14 આરોપીઓની કરી ધરપકડ
- ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં પોલીસ તપાસ તેજ
- ડમીકાંડમાં વધુ છ આરોપીઓની અટકાયત થઇ
ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 2 આરોપીઓનો ઉમેરો થયો છે. જેમાં અત્યાર સુધી 40 ડમી ઉમેદવારોના નામ સામે આવ્યા છે. તેમજ પોલીસે 40 માંથી 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં પોલીસ તપાસ તેજ બની છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં જાહેર શૌચાલયના મેઈન્ટેનન્સનો ખર્ચ જાણી રહેશો દંગ
ડમીકાંડમાં વધુ છ આરોપીઓની અટકાયત કરવામા આવી
ડમીકાંડમાં વધુ છ આરોપીઓની અટકાયત કરવામા આવી છે. તેમાં વિપુલ અગ્રાવત, ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા, રાહુલ લીંબાડીયાની અટકાયત કરવામાં આવી છે. ભાવનગરના ડમીકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. છેલ્લા 10 દિવસથી ડમી ઉમેદવાર અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો ભાવનગરના ગામડાઓ ખૂંદી રહી છે. આ વચ્ચે એક મોટા અપડેટ આવ્યા છે. આ કાંડમાં સામેલ વધુ 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગરમી વચ્ચે વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા
ડમીકાંડનું દંગલ હવે ધીમે ધીમે એક પૂર્વ આયોજીત ષડયંત્ર
રાજ્યભરમાં ફેલાયેલા ડમીકાંડનું દંગલ હવે ધીમે ધીમે એક પૂર્વ આયોજીત ષડયંત્રનો ભાગ હોવા તરફ ઇશારો કરી રહ્યું છે. આ પ્રકરણમાં હાથ ધરાયેલ પોલીસ તપાસમાં એક પછી એક સામે આવી રહેલા ખુલાસા ઇશારો કરી રહ્યા છે કે, આ એક સુઆયોજીત રીતે વર્ષોથી ડમીના નામે પરીક્ષા પાસ કરીને નોકરી મેળવવાનો ગોરખધંધો ચાલી રહ્યો હતો. આમ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી 40 આરોપીઓ થયા છે. જેમાંથી ભાવનગર પોલીસે અત્યાર સુધીમાં ડમીકાંડમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડના અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની ટીમો તળાજા, સિહોરમાં શોધખોળ કરી રહી છે. પોલીસ પાસે આરોપીના નામ, સરનામા છે, છતાં સફળતા મળી રહી નથી.
આ પણ વાંચો: રખડતા ઢોર માટેની નવી પોલિસીની દરખાસ્ત AMC કમિશનરને પરત મોકલાઇ
SITની કરવામાં આવી છે રચના
ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ કાર્યવાહીનો ધમધમાટ યથાવત છે. આ મામલે ભાવનગર પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ભાવનગરના નાયબ પોલીસ અધિક્ષક આર.આર સિંઘાલ, ભાવનગર SOGના પી.આઈ એસ.બી ભરવાડ, PSI આર.બી વાધીયા, PSI વી.સી જાડેજા, PSI એચ.આર જાડેજા, PSI ડી.એ વાળા, PSI એચ. એસ તિવારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.