યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો , નોંધાઈ શકે છે વધુ એક ફરિયાદ
- યુવરાજસિંહ પર હવે વધુ એક ગુનો નોંધાઈ શકે છે
- યુવરાજસિંહ સામે હવે અપહરણનો પણ ગુનો દાખલ થશે
- યુવકનો બળ જબરી પૂર્વક વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ
ડમીકાંડમાં ખંડણી કેસમાં ધરપકડ કરાયેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વધુ એક મુશ્કેલીમાં ફસાઈ શકે છે. ડમી કાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધયા બાદ હવે ઘોઘો પોલીસ મથકે પણ યુવરાજસિંહ સામે ગુનો નોંધાઈ શકે છે.કેમકે હવે યુવરાજસિંહ પર તોડ કરી પૈસા લેવાની સાથે સાથે તેના પર અપહરણનો પણ આરોપ લગાવવામા આવ્યો છે. જેથી આ મામલે પોલીસ તેની સામે ગુનો નોંધી શકે છે.
યુવરાજસિંહ પર વધુ એક ગુનો નોંધાવાની શક્યતા
યુવરાજસિંહ સામે ખંડણી બાદ હવે અપહરણ સહિતના બાબતે ગુનો નોંધાય તેવી શક્યતા છે. જાણકારી મુજબ આરોપીઓની પૂછપરછમાં આ મામલે મહત્વની કડીઓ મળી આવી છે. જેમાં યુવરાજ સિંહ પર કથિતરૂપે ડમી પેપર લખનાર એક વ્યક્તિનું અપહરણ કરવાનો તેમજ તેને ઘરમાં ગોંધી રાખવાનો આરોપ લગાવવામા આવ્યો હતો. આ વીડિયો તળાજાના પિપરલા ગામના ઋષિ નામના યુવકનો હોવાનું કહેવામા આવી રહ્યું છે.
જાણો શું છે મામલો
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરીને કહ્યુ હતુ કે એક સગીર આરોપીના માતાપિતાએ ખોળો પાથરીને ડમી કાંડમાં તેમના પુત્રનું નામ ન લેવા માટે વિનંતી કરી હતી. કારણકે તે સગીર છે અને તેની કારકિર્દીનો પ્રશ્ન છે.પરંતુ યુવરાજે આ વ્યક્તિનો તે સગીર હોવા છતાં તેનો વિડીયો ઉતાર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેથી આ મામલે હવે પોલીસ સમક્ષ એ વ્યક્તિના માતાપિતા જ યુવરાજ સિંહ વિરુદ્ધ પોતાના પુત્રનું અપહરણ કરવા તેમજ તેને તેની મરજી વિરુદ્ધ ઘરમાં ગોંધી રાખવાની ફરિયાદ નોંધાવી શકે છે. તેમજ જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ તેના ગામના સરપંચને પણ આ નવી FIRમાં સાક્ષી બનાવવામાં આવી શકે છે. આ મામલે અપહરણની ફરિયાદ ઘોઘા પોલીસ સ્ટેશને દાખલ થઇ શકે છે. અને જો આમ થશે તો યુવરાજ સિંહની મુશ્કેલીઓ વધી શકે છે.
આ પણ વાંચો : કેદારનાથ જતા વડોદરાના આટલા યાત્રાળુઓ હિમવર્ષામાં અટવાયા, સરકારે રજિસ્ટ્રેશન કર્યું બંધ