નાગપુર ટેસ્ટ પહેલા જ ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીમાં વધારો, આ સ્ટાર ખેલાડી બહાર થયો
બોર્ડર-ગાવસ્કર શ્રેણીને ગણતરીના દિવસો જ બાકી છે. નાગપુર ખાતે પ્રથમ ટેસ્ટ રમાશે. હાલ ઓસ્ટ્રેલિયાની ટીમ બેંગલુરુ ખાતે પ્રેક્ટિસ કરી રહી છે. ઓસ્ટ્રેલિયન ટીમે સોમવારે પ્રથમ ટેસ્ટ માટે નાગપુર રવાના થવાનું હતું પરતું એ પહેલા જ ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જોશ હેઝલવુડ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા માટે પોતાના ટોપ ફાસ્ટ બોલર વિના રમવું સરળ નહી હોય.
આ પણ વાંચો:ભારતના ટોપ સ્પિનરનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયાએ લીધી આ ગુજ્જુ ખેલાડીની મદદ
હેઝલવુડને ગત મહિને સિડની ખાતે રમાયેલ ટેસ્ટ મેચ દરમિયાન જમણામાં પગમાં ઈજા થઇ હતી. જેની અસર બેંગલુરુંમાં થયેલ કેમ્પમાં દરમિયાન પણ જોવા મળી, તે ખૂબ ઓછો સક્રિય જોવા મળ્યો. હજી તે સંપૂર્ણ ફીટ નથી થયો આથી જ ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે પ્રથમ ટેસ્ટમાં મોકો નહી આપવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:ઈજાગ્રસ્ત ખેલાડીઓથી રોહિતનું ટેન્શન વધ્યું, ઓસ્ટ્રેલિયા સામેની નાગપુર ટેસ્ટમાં શું હશે પ્લેઇંગ-11?
હેજલવુડ ન થઇ શક્યો ફીટ
આ ઉપરાંત પેસ બોલર મિચેલ સ્ટાર્ક અને ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીમ પણ ઇજાને કારણે મુશ્કેલીમાં છે. રવિવારે હેઝલવુડે ઈજા સંદર્ભે પ્રશ્નના જવાબમાં કહ્યું.” પ્રથમ ટેસ્ટમાં મારું રમવું નક્કી નથી તેમજ બીજી ટેસ્ટનો નિર્ણય પણ તેના પછી જ ખબર પડશે. હું અત્યારે વર્કલોડ મેનેજ કરવાની કોશિશ કરી રહ્યો છું. મે વિચાર્યું હતું કે નાગપુરમાં થોડી બેટિંગ અને બોલિંગ કરી લઇશ પરંતુ હું હજી સુધી ફીટ નથી થઇ શક્યો.
આ પણ વાંચો:ICC Test Team Rankings : ભારત ફરી બન્યું ટેસ્ટનું બાદશાહ,ઓસ્ટ્રેલિયાને પછાડી બન્યું નંબર વન
બોલેન્ડને મળી શકે છે સ્થાન
જોશ હેઝલવુડ બહાર જવાનો મતલબ હવે સ્કોટ બોલેન્ડને વિદેશી ધરતી પર પ્રથમ ટેસ્ટ મેચ રમવાનો મોકો મળી શકે છે. બોલેન્ડે ઓસ્ટ્રેલિયા તરફથી 6 ટેસ્ટ મેચ રમી છે. હેઝલવુડે બોલેન્ડને લઈને કહ્યુ.” સ્કોટીએ મેલબર્નની સપાટ પીચ પર બોલિંગ કરી હતી જ્યાં બોલ વધુ સ્પિન નહોતો થતો. તેને ખબર છે કે હજી વધુ મહેનતની જરૂર છે.” સ્કોટ સિવાય લાન્સ મૌરિસ પણ એક વિકલ્પ છે જેને ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી ડેબ્યું કરવાનો મોકો મળ્યો છે.
આ પણ વાંચો:Ind vs Aus : ટેસ્ટ સીરિઝ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજા બાદ થયો ફીટ, ટીમ માટે મોટા સમાચાર
ભારતના પૂર્વ કોચ રહી ચૂકેલ ગ્રેગ ચેપલનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટની શ્રુંખલા જીતી શકે છે કારણકે ભારતના સ્ટાર મહત્વપૂર્ણ ખેલાડી ઋષભ પંત અને જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત હોવાથી ભારતીય ટીમ નબળી દેખાઈ રહી છે. ઋષભ પંત કાર એક્સીડેટને કારણે આખું વર્ષ ક્રિકેટથી દુર રહેશે જયારે કમરની ઈજાને લઇ જસપ્રીત બુમરાહ પ્રથમ બે ટેસ્ટ મેચથી બહાર છે.