વડોદરા એરપોર્ટથી ઉનાળુ શેડયૂલમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ઉમેરો
વડોદરાથી હવાઇ ઉડ્ડયણના ૧૧ શેડયૂલ કરવામાં આવ્યા છે. જેમાં દિલ્હી માટે પાંચ સમયે ફ્લાઇટ્સ જશે. તેમજ મુંબઈ ઉપરાંત બેંગ્લુરૂ, હૈદરાબાદની ફલાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરત: વડાપ્રધાન મોદી ડાયમંડ બુર્સનું કરશે લોકાર્પણ
૧૧ ફ્લાઇટ્સમાં સૌથી વધુ પાંચ શેડયૂલ દિલ્હીના
વડોદરા એરપોર્ટથી ઉનાળુ શેડયૂલમાં ડોમેસ્ટિક રૂટની ૧૧ ફ્લાઇટ્સમાં સૌથી વધુ પાંચ શેડયૂલ દિલ્હીના છે. જ્યારે, મુંબઇ માટે ત્રણ શેડયૂલ છે. શહેરથી દિલ્હી જનારા પેસેન્જરોની સંખ્યા ઉત્તરોત્તર વધવા પામી છે. એરઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હીથી સવારે ૬.૩૦ કલાકે વડોદરા એરપોર્ટ પર આવી પુનઃ દિલ્હી જવા ૭ કલાકે ઉડાણ ભરશે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટને મળી શકે છે આ નવા સાત જજ
ઇન્ડિગોની ફ્લાઇટ મુંબઇથી વડોદરા એરપોર્ટ પર સવારે ૬.૪૦ કલાકે આવશે
ઇન્ડિગોની ફ્લાઇટ મુંબઇથી વડોદરા એરપોર્ટ પર સવારે ૬.૪૦ કલાકે આવી પુનઃ મુંબઇ જવા ૭.૧૦ કલાકે ઉડાણ ભરશે. આ મુજબ ઇન્ડિગોની ફ્લાઇટ દિલ્હીથી સવારે ૭.૨૦ કલાકે વડોદરા આવી પુનઃ દિલ્હી જવા સવારે ૮ કલાકે ઉડાણ ભરશે.
આ પણ વાંચો: વૈદિક હોળી કિટનું સ્ટાર્ટઅપ કરી યુવાને લાખો રૂપિયા કમાણી કરી
સપ્તાહના ૭ દિવસ હૈદરાબાદથી સાંજે ૫.૨૫ કલાકે ફ્લાઇટ આવશે
તદુપરાંત બુધવારે સવારે ૧૧.૨૦ કલાકે દિલ્હીથી ફ્લાઇટ આવી પુનઃ દિલ્હી જવા ૧૧.૫૫ કલાકે ઉડાણ ભરશે. બેંગ્લુરુથી બપોરે ૧૨.૪૫ કલાકે ફ્લાઇટ આવશે જે ૧.૨૦ કલાકે હૈદરાબાદ જવા ઉડાણ ભરશે. બુધવારે મુંબઇથી બપોરે ૨.૧૫ કલાકે આવેલી ફ્લાઇટ પુનઃ મુંબઇ જવા બપોરે ૩ કલાકે ઉડાણ ભરશે. બુધવારે ચેન્નાઇથી બપોરે ૨.૨૫ કલાકે આવેલી ફ્લાઇટ પુનઃ ચેન્નાઇ જવા બપોરે ૨.૫૫ કલાકે ઉડાણ ભરશે. સપ્તાહના ૭ દિવસ હૈદરાબાદથી સાંજે ૫.૨૫ કલાકે ફ્લાઇટ આવશે જે ફ્લાઇટ સાંજે ૬ કલાકે બેંગ્લુરુ જશે.