અદાર પૂનાવાલા મેગ્મા ઇન્સ્યોરન્સનો હિસ્સો રૂ. 4,500 કરોડમાં વેચશે


મુંબઇ, 14 માર્ચઃ અદાર પૂનાવાલાની માલિકીની સનોટી પ્રોપર્ટીઝે Adar Poonawala to sell his stake in Magma Insurance પોતાની પેટા વીમા કંપની મેગ્મા જનરલ ઇન્સ્યોરન્સનો હિસ્સો બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને અન્ય સાહસોને વેચી નાખવાનું નક્કી કર્યુ છે. વેચાણ બાદ પતંજલિનો કંપનીમાં હિસ્સો 98 ટકા થઇ જશે અને આ સોદાનું મૂલ્ય રૂ. 4,500 કરોડ હોવાનુ મનાય છે. ઉપરાંત ફૂડ અને બેવરેજીસ, ડેરી અને હોસ્પિટાલિટીમાં હાજરી ધરાવતા ધરમપાલ સત્યપાલ ગ્રુપ (ડીએસ ગ્રુપ) પણ આ સોદામાં આગવી ખરીદાર છે.
અદાર પૂનાવાલા મેગ્મામાં હિસ્સો વેચતા સાહસોમાંના એક સનોટી પ્રોપર્ટીઝમાં 90 ટકા હિસ્સો ધરાવે છે. તેમની ઓફિશિયલ વેબસાઇટના અનુસાર રાઇઝીંગ સન હોલ્ડિંગ્સ (સાયરસ પૂનાવાલાની હોલ્ડિંગ કંપની) નવેમ્બર 2024ના રોજ કંપનીમાં 72.49 ટકા હિસ્સો ધરાવતી હતી.
કંપનીના બોર્ડે 12 માર્ચ, 2025ના રોજ યોજાયેલી તેની મીટિંગમાં આ નિર્ણય લીધો હતો. સોદાના ખરીદદારોમાં સનોટી પ્રોપર્ટીઝ એલએલપી, સેલિકા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, જગુઆર એડવાઇઝરી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, એચડીએફસીના ભૂતપૂર્વ ચેરમેન કેકી મિસ્ત્રી, અતુલ ડીપી ફેમિલી ટ્રસ્ટ, શાહી સ્ટર્લિંગ પ્રાઇવેટ લિમિટેડ અને હોલવેસ્ટ લિમિટેડ અને અન્યનો સમાવેશ થાય છે.
પતંજલિ આયુર્વેદ લિમિટેડ, SR ફાઉન્ડેશન, RITI ફાઉન્ડેશન, RR ફાઉન્ડેશન, સુરુચી ફાઉન્ડેશન અને સ્વાતિ ફાઉન્ડેશન આ વ્યવહારમાં ખરીદદારો છે. “ખરીદનારાઓ આટલા સંખ્યામાં ઇક્વિટી શેરો હસ્તગત કરવાનો પ્રસ્તાવ મૂકે છે… જેના પરિણામે ખરીદદારો કંપનીની કુલ જારી કરાયેલ અને ચૂકવેલ ઇક્વિટી શેર મૂડીના આશરે 98.055% (સંપૂર્ણપણે ઘટાડેલી ઇક્વિટીના ધોરણે) ધરાવે છે,” એમ વીમા કંપનીએ BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું.
આ એક્વિઝિશન ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI), કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા, કંપનીના ડિબેન્ચર ધારકો અને અન્ય નિયમનકારી સત્તાધિશોની સંમતિ અને પરવાનગીને આધિન રહેશે, એમ પણ કંપનીએ તેના BSE ફાઈલિંગમાં જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ 30 પ્લસની મહિલાઓએ ખાસ ખાવી જોઈએ આ પાંચ વસ્તુઓ