બિઝનેસ

અદાણીની મુશ્કેલીમાં વધારો, હિંડનબર્ગ પછી ફોર્બ્સે રિપોર્ટ જાહેર કર્યો

અદાણી ગ્રુપની મુશ્કેલીઓમાં સતત વધારો થતો જાય છે. હિંડનબર્ગ રિપોર્ટનો મુદ્દો હજી શાંત નથી થયો ત્યારે ફોર્બ્સે તેના એક રીપોર્ટમાં ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી પર મોટો આરોપ લગાવ્યો છે. અદાણી ગ્રુપ માટે વર્ષ 2023 ખૂબ જ ખરાબ સાબિત થઇ રહ્યું છે. હિંડનબર્ગ રિપોર્ટ બાદ ફોર્બ્સ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં અદાણી ગ્રુપ ઉપર ફરી સંકટના વાદળો આવશે તેવું લાગી રહ્યું છે. જોઈએ ફોર્બ્સ રિપોર્ટમાં કેવા આરોપ મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અદાણી ગ્રુપે રોકાણકારો માટે કરી આ મોટી વાત, જાણો શું કહ્યું…

અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણીની સમસ્યાઓ સતત વધતી જાય છે. હિંડનબર્ગ રિપોર્ટ બાદ ફોર્બ્સએ પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીને લઈને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. હિંડનબર્ગએ પણ ફોર્બ્સના રિપોર્ટને ટ્વીટ કર્યું છે, જેમાં દાવો કરવામાં આવે છે કે અદાણી ગ્રુપના પ્રમોટરના ભાગને લોન માટે ગીરવે રાખવામાં આવ્યો છે. વિનોદ અદાણી દ્વારા એક સિંગાપુર યુનિટની એક ખાનગી કંપનીએ રશિયન બેંક પાસે લોન લેવા માટે 240 મિલિયન ડોલરનો ભાગ ગીરવે રાખ્યો છે.

આ પણ વાંચો : અદાણીની પ્રોપર્ટીના ભાવ ડબલ કરવા જંત્રી વધારી : નૌશાદ સોલંકી

કોણ છે વિનોદ અદાણી?

24 જાન્યુઆરીએ જાહેર થયેલ હિંડનબર્ગ રિપોર્ટ પછી અદાણી કંપનીના 7 ફર્મોની માર્કેટ વેલ્યુ 125 અબજ ડોલર ઘટી ગઈ હતી. ફોર્બ્સએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે વિનોદ અદાણી એક પ્રવાસી ભારતીય છે, જે લાંબા સમયથી અદાણી ગ્રુપની ઓફશોર કંપની સાથે જોડાયેલો છે. એટલે કે અદાણી ગ્રુપના બિઝનેસ સાથે જોડાયેલ છે. વિનોદ અદાણી દુબઈમાં રહે છે અને સાથે જ સિંગાપુર અને જકાર્તામાં બિઝનેસ મેનેજ કરે છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, તે દુનિયાનો સૌથી અમીર NRI છે.

આ પણ વાંચો : હિંડનબર્ગ-અદાણી વિવાદ : સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમે પારદર્શિતા ઈચ્છીએ છીએ’

રશિયન બેંક પાસે લોન એગ્રીમેન્ટ

ફોર્બ્સના રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે વિનોદ અદાણીએ સિંગાપુરની Pinnacle Trade and Investment Pte. Lte.એ વર્ષ 2020માં રશિયાની VTB બેંક સાથે એગ્રીમેન્ટ કર્યું છે. યુક્રેન યુદ્ધના કારણે ગત વર્ષે અમેરિકાએ તેણે મંજૂરી આપી હતી. એપ્રિલ 2021 સુધી Pinnacle કંપનીએ 263 ડોલર ઉધાર લીધા હતા અને બીજી અનામી પાર્ટીને 258 મિલિયન ડોલર ઉધાર આપ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એ વર્ષ પછી Pinnaclએ બે રોકાણકરો એફ્રો એશિયા ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ અને વર્લ્ડવાઈડ ઈમર્જીંગ માર્કેટ હોલ્ડિંગ કંપની લિમિટેડ માટે લોન માટે ગેરેન્ટર તરીકે રાખી હતી.

હિંડનબર્ગનો દાવો

હિંડનબર્ગએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે અદાણી ગ્રુપની 7 કંપનીઓ 85 ટકા ઓવરવેલ્યુડ છે. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ દાયકાઓથી સ્ટોક હેરેફેર અને મની લોન્ડરિંગમાં લાગેલા છે. આ રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને કંપનીનું માર્કેટ મૂડી ઘટીને અડધી થઇ ગઈ હતી.

Back to top button