બિઝનેસ

ખાદ્યતેલ ઉત્પાદન કરતી કંપનીઓના શેર્સમાં ઉછાળો, અદાણી વિલ્મર અને પતંજલિની જોરદાર માંગ

Text To Speech

તહેવારોની સીઝન નજીક આવતા ખાદ્યતેલના સ્ટોક્સ ઉપર જઈ રહ્યા છે. આજે ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મર અને બાબા રામદેવની કંપની પતંજલિ બંનેના શેરની જબરદસ્ત માંગ રહી છે. સવારે 9.30 વાગ્યા સુધિમાં બંને સ્ટોક્સ 5 ટકાના ઉછાળા સાથે વેપારમાં તેજી જોવા મળી છે. તેમજ હવે તેહવારોની સિઝન નજીક આવતા પણ શેર્સમાં ઉછાળો થયાનું જણાય રહ્યુ છે.

ભારતીય શેરબજાર માં આજે સુસ્તિ જોવા મળી રહી છે. પ્રારંભિક કારોબારમાં ઉતાર- ચઢાવ નજરે પડી હતો. ત્યારે આજે સેન્સેક્સ 59,504.14 ઉપર ખુલ્યો હતો જે ઉપલા સ્તરે 59,796.57 સુધી જયારે નીચલી સપાટીએ 59,491.81 સુધી પટકાયો હતો. મંગળવારે તેજી બાદ ઇન્ડેક્સ 59,719.74 ની સપાટીએ બંધ થયો હતો. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ 17,766.35 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. આજે નિફટી 17,838.55 સુધી ઉછળ્યો જયારે 17,761.20 સુધી સરક્યો હતો. નિફટીનું મંગળવારનું બંધ સ્તર 17,816.25 હતું. મંગળવારે FIIએ રૂ. 1196 કરોડની અને DIIએ રૂ. 132 કરોડની ખરીદી કરી હતી. ત્યારે આજનો પ્રાંરભીક દિવસ ખાદ્યતેલ માટે સારો રહ્યો છે.

અદાણી અને પતંજલિના શેર્સમાં 5 ટકાનો ઉછાળો

ખાદ્યતેલના સ્ટોક્સમાં 5 ટકાની તેજી:

તહેવારોની સીઝન નજીક આવતા ખાદ્યતેલના સ્ટોક્સ ઉપર જઈ રહ્યા છે. આજે ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મર અને બાબા રામદેવની કંપની પતંજલિ બંનેના શેરની જબરદસ્ત માંગ રહી છે. સવારે 9.30 વાગે બંને સ્ટોક્સ 5 ટકાના ઉછાળા સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. આજે શરૂઆતી કારોબારમાં અદાણી વિલ્મરના 68 કરોડ રૂપિયાના શેર્સની ખરીદી થઇ હતી. જયારે પતંજલિ ફૂડ્સના 15 કરોડ રૂપિયાના શેર્સ ખરીદાયા હતા.

યસ બેન્કનો શેર ઉછળ્યો:

યસ બેન્કે 20 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે તેના બોર્ડે ₹48,000 કરોડના NPA પોર્ટફોલિયો માટે જેસી ફ્લાવર્સની બેઝ બિડ માટે બેન્કને કોઈ ચેલેન્જર બિડ ન મળ્યા પછી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જેસી ફ્લાવર્સને 6 બિલિયન સ્ટ્રેસ્ડ ડેટના વેચાણને મંજૂરી આપી છે.ઉલ્લેખનીય છે કે જેસી ફ્લાવર્સે એનપીએ માટે રૂ. 111.83 બિલિયનની પ્રારંભિક બિડ સબમિટ કરી હતી. સ્વિસ ચેલેન્જ પ્રક્રિયા સમાપ્ત થયા પછી બેંકના બોર્ડે આજે સ્વિસ ચેલેન્જ પ્રક્રિયાના વિજેતા તરીકે JC ફ્લાવર્સ ARCની ઘોષણાને મંજૂરી આપી હતી .આ ખબર પછી આજે યસ બેન્કના 25 કરોડ રૂપિયાના શેર્સ ખરીદાયા છે.

આ પણ વાંચો: અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

Back to top button