HD ન્યુઝ ડેસ્કઃ આ વર્ષની શરૂઆતમાં જાહેર થયેલા હિન્ડેનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો શરૂ થયો હતો. પરંતુ હવે એવું લાગે છે કે જૂથ પર હિન્ડેનબર્ગ રિપોર્ટની અસર ઘટી રહી છે. અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) ના ત્રિમાસિક પરિણામો સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. જેના પરથી જાણવા મળે છે કે 2022-23ના માર્ચ ક્વાર્ટરમાં ATLનો ચોખ્ખો નફો 85.48 ટકા વધીને રૂ. 439.60 કરોડ થયો છે. અદાણી ગ્રુપ કંપનીનું નામ બદલવાનું પણ વિચારી રહ્યું છે.
અદાણી ટ્રાન્સમિશનનું નામ બદલાશેઃ કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે અદાણી ટ્રાન્સમિશનનું નામ બદલી શકાય છે. નવું નામ અદાણી એનર્જી સોલ્યુશન્સ હોઈ શકે છે. અદાણી ટ્રાન્સમિશન કંપનીના બોર્ડે આ નવા નામ માટે સંમતિ આપી દીધી છે. સભ્યોએ નવા નામની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં અગ્રેસરઃ આ સમયગાળા દરમિયાન, કંપનીની કુલ આવક રૂ. 13,840.46 કરોડ હતી, જે 2021-22માં રૂ. 11,861.47 કરોડ હતી. અન્ય એક નિવેદનમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, ‘અમે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં અગ્રેસર છીએ. કંપનીએ કાર્યક્ષમતા, કામગીરી અને સંપત્તિ વૃદ્ધિમાં સતત નવા બેન્ચમાર્ક સેટ કર્યા છે. અદાણી ટ્રાન્સમિશન ઝડપી વૃદ્ધિ માટે સારી સ્થિતિમાં છે.
આ પણ વાંચોઃ અદાણી હવે ઘઉંનું પણ વેચાણ કરશે, ફોર્ચ્યુન બ્રાન્ડથી આ શહેરોમાં શરૂ થશે વેચાણ