કબડ્ડી અને ખો-ખોના પ્રોત્સાહન માટે અદાણી સ્પોર્ટ્સલાઇન દ્વારા ગુજરાતમાં આંતરશાળા સ્પર્ધાનું આયોજન
સુરત : અદાણી સ્પોર્ટ્સલાઈન, અદાણી ગ્રુપની સ્પોર્ટ્સ શાખા છે, એમણે ગુજરાતમાં લિટલ જાયન્ટ્સ ઈન્ટર સ્કૂલ કબડ્ડી અને ખો-ખો ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે. સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં યોજનારી સ્પર્ધાની શરૂઆત આજે સુરતમાં વાલક પાટિયા નજીક આવેલી સ્વામિનારાયણ મિશન ખાતે થઈ હતી.
અદાણી સ્પોર્ટ્સલાઈનની ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ ગુજરાત જાયન્ટ્સ, જે 2017 માં શરૂ થઈ હતી. તેનો ઉદ્દેશ્ય કબડ્ડી અને ખો-ખો જેવી સ્વદેશી રમતને પ્રોત્સાહન આપવાની ભારતની મહત્વાકાંક્ષાઓને સાકાર કરવાનો છે. સાથે સાથે મહત્વાકાંક્ષી પ્રતિભાઓને તકો પણ પૂરી પાડવાનો છે. સુરત ખાતે સ્પર્ધાની શરૂઆત કરાવતા સ્વામિનારાયણ મિશન સંસ્થાના ડિરેક્ટર પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામિજીએ એમની સંસ્થાના યજમાનપદે યોજાઇ રહેલી સ્પર્ધા માટે રાજીપો વ્યક્ત કર્યો હતો અને ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી. સ્વામિનારાયણ મિશન શાળાના આચાર્ય શૈલેષભાઈ સુતરીયાએ કહ્યું હતું કે, આ આયોજન એ પાયાથી એકદમ નીચેના સ્તરથી ખેલાડી તૈયાર કરવાનું કામ થઈ રહ્યું છે.
લિટલ જાયન્ટ્સ ટુર્નામેન્ટ એ શાળાના બાળકોનું ધ્યાન કબડ્ડી અને ખો-ખો જેવી રમતો તરફ દોરવાનો પ્રયાસ છે જેથી તેઓને આવી રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. સુરતની 32 શાળાએ કબડ્ડી અને 16 શાળાએ ખો-ખોમાં ભાગ લીધો હતો. મૂળ ભારતીય એવી કબડ્ડી અને ખો-ખો રમત રમશે. સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં 224 થી વધુ શાળાના 3000થી વધુ વિદ્યાર્થી ખેલાડી તરીકે ભાગ લે તેવી અપેક્ષા છે. લીગનો આજથી સુરત ખાતે પ્રારંભ થયો છે. મૂળ ભારતીય એવી કબડ્ડી અને ખો-ખો રમતની લીગમાં અદાણી સ્પોર્ટ્સલાઇનની ટીમ ગુજરાત જાયન્ટ્સના નામે રમે છે. આગામી શનિ-રવિ છ અને સાત ઓગસ્ટે રાજકોટમાં આવી જ સ્પર્ધા યોજવાની છે.