શેર બજાર ખુલતા જ અદાણીના શેરોમાં ઉછાળો, અદાણી ગ્રુપના તમામ શેરોમાં વધારો
હોળીની રજા પછી આજે શેર બજાર ખુલતા જ અદાણી ગ્રુપના શેરોમાં આવેલ ઉછાળો હવે અટકવાનું નામ નથી લઈ રહ્યું. ગ્રૂપના શેર આજે સતત સાતમા દિવસે તેજીનો ટ્રેન્ડ (Adani Stocks Rally) જાળવી રાખવાના માર્ગે છે. શેર બજાર ખૂલ્યાની થોડીવારમાં જ ગ્રૂપના તમામ 10 શેરો વધારો આવી ગયો છે. જ્યારે 06 શેરોમાં વેપાર શરૂ થતાંની સાથે જ અપર સર્કિટ (Adani Share Upper Circuit) થઈ ગઈ હતી. અદાણી ગ્રુપના શેરોમાં ઉછાળો અટકવાનું નામ નથી લઈ રહ્યું. આજે ત્રીજા દિવસે પણ બજાર ખૂલતાં જ ગ્રૂપના 6 શેર અપર સર્કિટ પર લાગ્યા છે.
આ પણ વાંચો : અદાણી ગ્રૂપના ‘અચ્છે દિન’, ટોપ 25માં પહોંચ્યા ગૌતમ અદાણી, સંપત્તિમાં પણ થયો વધારો
બધા શેર ગ્રીન ઝોનમાં
બજાર ખુલતાની સાથે જ 3-4 શેરોમાં મામૂલી ઘટાડા સિવાય બાકીના તમામ શેરમાં અપર સર્કિટ લાગી હતી. જોકે, વેપારની થોડી જ મિનિટોમાં તમામ 10 શેરોમાં વધારો થયો હતો. અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી વિલ્મર, અદાણી ટોટલ ગેસ અને NDTV ગ્રુપના 6 શેર બજાર ખૂલતાંની સાથે જ અપર સર્કિટે પહોચ્યું. આ 6 શેરોમાં આજે સતત ત્રીજા દિવસે અપર સર્કિટ લાગી છે. બીજી તરફ, ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝ આજે શરૂઆતના વેપારમાં ઉતાર-ચઢાવ જોઈ રહી છે.
આ પણ વાંચો : અદાણી મામલામાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય : SEBIને બે મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવા કરાયો આદેશ
આવો છે શરૂઆતનો વેપાર
કંપની શેરની કિંમત (રૂ.માં) શરૂઆતના વેપારમાં ફેરફાર (ટકામાં).
અદાણી એન્ટરપ્રાઇઝ 2040.00 (0.06%)
અદાણી ગ્રીન 650.55 (5.00%)
અદાણી પોર્ટ્સ 714.65 (0.26%)
અદાણી પાવર 196.05 (4.98%)
અદાણી ટ્રાન્સમિશન 860.85 (4.99%)
અદાણી વિલ્મર 484.20 (5.00%)
અદાણી ટોટલ ગેસ 904.95 (4.99%)
ACC 1890.35 (0.16%)
અંબુજા સિમેન્ટ 393.00 (0.23%)
NDTV 253.15 (4.39%)