ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

હિંડનબર્ગ રિપોર્ટનો કહેર યથાવત, અમીરોની યાદીમાં અદાણી 29 માં ક્રમે પહોંચ્યા

Text To Speech

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બંને વિશ્વના અમીરોની યાદીમાં નીચે સરકી રહ્યા છે. ગૌતમ અદાણી હવે આ લિસ્ટમાં સીધા નીચે 29માં નંબર પર આવી ગયા છે. જ્યારે મુકેશ અંબાણી હવે 12મા નંબર પર પહોંચી ગયા છે. બંનેની નેટવર્થમાં ઘટાડો થયો છે. આમાં ગૌતમ અદાણીને સૌથી વધુ નુકસાન થયું છે. ગૌતમ અદાણીની નેટવર્થ સતત ઘટી રહી છે.

આ પણ વાંચો : અદાણી ગ્રૂપના શેરની હાલત હજુ પણ ખરાબ, કુલ માર્કેટ કેપમાં રૂ. 40,000 કરોડથી વધુનો ઘટાડો
 અદાણી-humdekhengenews અમેરિકન રિસર્ચ ફર્મના રિપોર્ટ બાદથી ગૌતમ અદાણી સતત રોલ ડાઉન કરી રહ્યા છે. અદાણી ગ્રુપના શેરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. આ દરમિયાન તેમની કુલ સંપત્તિ 150 બિલિયન ડોલરની નજીક પહોંચી ગઈ હતી અને તે વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા હતા. આ સ્થાન હાંસલ કરનાર તેઓ એશિયાના પ્રથમ વ્યક્તિ હતા, પરંતુ આ વર્ષે અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો નોંધાયો છે. યુએસ શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીના રોજ અદાણી ગ્રૂપ સામે એક અહેવાલ જાહેર કર્યો હતો. ત્યારથી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.અદાણી-humdekhengenewsગઈકાલે પણ અદાણી ગ્રૂપના શેરમાં સતત ઘટાડો રહ્યો હતો ત્યારે હવે અદાણી ગ્રૂપના હાથમાંથી એક પછી એક પ્રોજેક્ટ પણ નિકડી રહ્યા છે. હિંડનબર્ગ રિપોર્ટનો કહેર અદાણી પર બહુ હાવી થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સતત ઘટી રહેલા શેરના ભાવ વચ્ચે અદાણી ગ્રૂપના શેર હોલ્ડર્સ સતત શેર વેચી રહ્યા છે.

Back to top button