ટોપ ન્યૂઝબિઝનેસ

અદાણીની મીડિયામાં સત્તાવાર પ્રવેશની તૈયારી, NDTV માં હિસ્સો ખરીદવા મુકી ઓફર

Text To Speech

દેશના સૌથી અમીરોમાં સ્થાન ધરાવતાં ગૌતમ અદાણી હવે મીડિયા ક્ષેત્રમાં મોટા રોકાણ સાથે ચર્ચામાં આવ્યા છે. અદાણી સમૂહે દેશના ટોચના ટીવી ચેનલ NDTVને ખરીદવા માટેની ઓફર કરી છે. NDTVએ બીએસઈ ખાતેની ફાઈલિંગમાં જણાવ્યું કે અદાણી એન્ટરપ્રાઈસ અને એએમજી મીડિયા નેટવર્ક પરોક્ષ રીતે NDTVમાં 29.18% હિસ્સો ખરીદશે અને વધુ હિસ્સો ખરીદવા માટે રેગ્યુલેટરી નિયમ અનુસાર ઓપન ઓફર પણ કરશે. અદાણી અને NDTVનો આ સોદો 492.81 કરોડમાં થશે જ્યારે 26% હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર રૂ. 294 ભાવે આવશે.

NDTVની પ્રમોટર ગ્રૂપ કંપની આરઆરપીઆર છે અને તે NDTV માં 29.18% હિસ્સો ધરાવે છે. આમ લોન પેટે લીધેલ રકમના વોરન્ટ ખરીદીને NDTVમાં અદાણી આ 29.18% હિસ્સો ખરીદ્યો છે અને વધુ હિસ્સો ખરીદવા માટે વીસીપીએલ એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ સાથે NDTVમાં 26% હિસ્સો હસ્તગત કરશે.

AMG મીડિયા નેટવર્ક લિમિટેડની સંપૂર્ણ માલિકીની વિશ્વપ્રધાન કોમર્શિઅલ આરઆરપીઆર હોલ્ડિંગ(RRPR)ના વોરંટ ધરાવે છે જેથી તે RRPRમાં 99.99% હિસ્સો રૂપાંતરિત કરવા માટે હકદાર છે. વિશ્વપ્રધાન કોમર્શિઅલ(VCPL)એ આરઆરપીઆરમાં 99.5% હિસ્સો હસ્તગત કરવા માટે વોરંટનો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો : મહિલાઓનું સશક્તિકરણ કરવા બદલ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરને CMO એશિયા એવોર્ડ

એએમજી મિડીયા નેટવર્કસ લિ.ના મુખ્ય કારોબારી અધિકારી સંજય પુગલિઆએ જણાવ્યું હતું કે સમાચારના સમગ્ર પ્લેટફોર્મ ઉપર આધુનિક સમયના માધ્યમનું લક્ષ્ય હાંસલ કરવાની કેડી કંડારવા તરફની કંપનીની સફરનો માર્ગ ખુલ્લો કરતું આ હસ્તાંતરણ એક મહત્વનું સીમાચિહ્ન છે. ભારતીય નાગરિકો, ગ્રાહકો અને ભારતમાં રુચિ ધરાવતા લોકોને માહિતી અને જ્ઞાન સાથે સશક્ત બનાવવાનો એએમએનએલનો પ્રયાસ છે. સમાચારોમાં તેના અગ્રણી સ્થાન અને પેેઢીઓ તેમજ ભૌગોલિક ક્ષેત્રોમાં તેની મજબૂત અને વૈવિધ્યસભર પહોંચ સાથે અમારા વિઝનને પહોંચાડવા માટે એનડીટીવી સૌથી યોગ્ય પ્રસારણ અને ડિજિટલ પ્લેટફોર્મ છે. અમે સમાચારો પૂરા પાડવામાં એનડીટીવીના નેતૃત્વને મજબૂત કરવા આતુર છીએ.”એમ તેમણે ઉમેર્યું હતું

Back to top button