લંડનના સાયન્સ મ્યુઝિયમમાં અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી ગેલેરી શરૂ,અદાણી કહ્યું,-
લંડન, 22 માર્ચ : અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શુક્રવારે લંડનના સાયન્સ મ્યુઝિયમમાં ‘ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી’ ખોલવાની જાહેરાત કરી હતી. આ ઉર્જા ગેલેરી “ઉજ્વળ ભવિષ્યને લઇ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ” દર્શાવશે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ X પર પોસ્ટ કર્યું, “નવી ‘ઊર્જા ક્રાંતિ’થી ઉત્સાહિત છું” અદાણી ગ્રીન એનર્જી ગેલેરી હવે સાયન્સ મ્યુઝિયમ, લંડન સાથેની ભાગીદારીમાં વાસ્તવિકતા બની રહી છે. આ ગેલેરી ઓછી કાર્બન અને રિન્યુએબલ ટેક્નોલોજી દ્વારા ઉજ્વળ ભવિષ્યનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રજૂ કરશે.”
Delighted to see the new ‘Energy Revolution: The Adani Green Energy Gallery’ becoming a reality in partnership with the @sciencemuseum in London. This landmark gallery will showcase the scientific vision of a sustainable future, powered by renewables and low carbon technologies.…
— Gautam Adani (@gautam_adani) March 22, 2024
આ સાયન્સ મ્યુઝિયમની સ્થાપના 1857માં કરવામાં આવી હતી અને તે લંડનના મુખ્ય પ્રવાસી આકર્ષણોમાંનું એક છે.
અદાણી ગ્રુપ દ્વારા એક નિવેદનમાં જણાવવામાંઆવ્યું હતું કે, ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં મોખરે, તેની પાંચ કંપનીઓ – અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ એન્ડ SEZ, ACC અને અંબુજા સિમેન્ટ્સ માટે 2050 સુધીમાં અથવા તેની પહેલા નેટ-શૂન્ય લક્ષ્યાંક હાંસલ કરવા પ્રતિબદ્ધ છે, અદાણી ગ્રૂપ ભારતનું સૌથી મોટું સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર છે.”
અબજોપતિ ગૌતમ અદાણીએ અગાઉ જણાવ્યું હતું કે તેઓ આગામી 10 વર્ષમાં ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં અંદાજે $100 બિલિયનનું રોકાણ કરશે, જેમાં 2027 સુધીમાં 10 GW સોલાર ઉત્પાદન ક્ષમતા ઉમેરવાની યોજના છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી પોર્ટફોલિયો વ્યવસાયો ડીકાર્બોનાઇઝિંગ સહિત નવીન પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે સક્રિય વ્યૂહરચના ધરાવે છે, જેનો ધ્યેય 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષો વાવવા અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક ટ્રક વિકસાવવાનો છે.