ટ્રેન્ડિંગબિઝનેસ

Adani Groupના શેરમાં જબરદસ્ત ઉછાળો, અદાણી ગ્રીન 9%થી વધુ ઉછળ્યો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક  :  આજે 27 નવેમ્બરે અદાણી (Adani) ગ્રુપના શેરમાં તેજી જોવા મળી છે. સવારના કારોબારીના સત્રમાં ફ્લૈગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી એનર્જી સોલ્યૂસન્સ, અંબુજા સીમેંટ્સ, અદાણી વિલ્મર, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને એનડીટીવીના શેરમાં વધારો થયો છે.

Adani ગ્રીન શેરમાં 9.29%ની તેજી
બપોરે 11 વાગ્યેને 45 મિનિટે અદાણી(Adani) ગ્રીન એનર્જીના શેર 83.45 અંક એટલે કે 9.29%ની તેજી સાથે 982.00ના લેવલ પર પહોંચીને કારોબાર કરી રહ્યાં છે. આ શેર 890 રૂપિયાના લેવલ પર ખૂલ્યા પછી આજે અત્યાર સુધીના કારોબારમાં 988ના લેવલ પર પહોંચી ચૂક્યો છે.

Adani ગ્રીન એનર્જીએ લાંચના આરોપો પર આ નિવેદન આપ્યું
ઉલ્લેખનીય છે કે અદાણી (Adani) ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જીએ સ્પષ્ટતા કરી છે કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્શન એક્ટ હેઠળ લાંચ લેવાનો આરોપ નથી. કંપનીનું કહેવું છે કે અદાણી ગ્રૂપના અધિકારીઓ – ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને વરિષ્ઠ ડિરેક્ટર વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) હેઠળ લાંચ લેવાનો આરોપ લગાવતા મીડિયા અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.

કંપનીના આ નિવેદન બાદ રોકાણકારો પોઝિટિવ છે જેના કારણે અદાણી ગ્રુપના શેરમાં તેજી જોવા મળી રહી છે.

સવારે 9:30 વાગ્યાની આસપાસ, અદાણી એનર્જી સોલ્યુશન્સ 3.77%, અદાણી ગ્રીન એનર્જી 2.93% (Adani), અદાણી પાવર 2.83%, અદાણી એન્ટરપ્રાઇઝ 2.22%, અદાણી ટોટલ ગેસ 1 ના 2.29% ના વધારા સાથે 448.45 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. .

આ સિવાય અદાણી વિલ્મર 1.39%, NDTV 1.26%, અદાણી પોર્ટ્સ (Adani) અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન 0.94%, અંબુજા સિમેન્ટ 0.68%, ACC 0.18% ના વધારા સાથે ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : અદાણી ગ્રૂપના ડિરેક્ટરો વિરુદ્ધ USના FCPAનું ઉલ્લંઘન કરવાનો કોઈ આરોપ નથી: કંપનીની સ્પષ્ટતા

Back to top button