- AMG મીડિયા નેટવર્ક્સે સમાચાર એજન્સી IANSમાં બહુમતીનો હિસ્સો હસ્તગત કર્યો
- કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગની પ્રક્રિયામાં IANS કંપની વિશેની જાણકારી આપી
નવી દિલ્હી, 16 ડિસેમ્બર : અદાણી ગ્રૂપની માલિકીની AMG મીડિયા નેટવર્ક લિમિટેડે સમાચાર એજન્સી એવી ઈન્ડિયા-એશિયા ન્યૂઝ એજન્સી (IANS) ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં બહુમતીનો હિસ્સો હસ્તગત કર્યો છે. કંપનીએ પોતાની એક્સચેન્જ ફાઇલિંગની પ્રક્રિયામાં આ જાણકારી જાહેર કરી છે. કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું છે કે, AMG મીડિયા નેટવર્ક્સે ન્યૂઝ એજન્સી IANSમાં 50.50% હિસ્સો ખરીદ્યો છે.
કંપનીએ મીડિયા એજન્સી હસ્તગત કરવા પર શું જણાવ્યું ?
AMG મીડિયા નેટવર્ક્સે IANS ઈન્ડિયાના મતદાન અધિકારો સાથે અને મતદાનના અધિકારો વિના, ઈક્વિટી શેરોની રચનામાં 50.5% હિસ્સો હસ્તગત કર્યો છે, જેથી હવે IANSએ AMNLની પેટાકંપની હશે. કંપનીએ જણાવ્યું હતું કે, AMNLએ IANS અને IANSના શેરહોલ્ડર સંદીપ બામઝાઈ સાથે શેરધારકોના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે, જેથી IANSના સંદર્ભમાં તેમના આંતર-સંબંધી અધિકારો રેકોર્ડ કરવામાં કરશે. આ મીડિયા નેટવર્કનું સંપાદન વ્યૂહાત્મક પ્રકૃતિનું છે.
ઈન્ડિયા-એશિયા ન્યૂઝ એજન્સી (IANS) પાસે રૂ. 20 લાખની અધિકૃત શેર મૂડી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023 માટે રૂપિયા 11.86 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું.