એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અદાણી ગ્રૂપનો હવે દેશભરમાં શિક્ષાયજ્ઞ : 20 શાળાઓ ખોલવા માટે 2,000 કરોડ રૂપિયાના દાનની જાહેરાત

Text To Speech

મુંબઈ, 17 ફેબ્રુઆરી : અદાણી ગ્રુપે સોમવારે દેશભરમાં લગભગ 20 શાળાઓ ખોલવા માટે 2,000 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના નાના પુત્ર જીત અદાણીના લગ્ન સમયે સખાવતી કાર્યો માટે રૂ.10,000 કરોડના ભવ્ય દાનની જાહેરાત કરી હતી. શાળાઓ પહેલા અદાણી ગ્રુપે હોસ્પિટલોના નિર્માણ માટે છ હજાર કરોડ રૂપિયા અને કૌશલ્ય વિકાસ માટે બે હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપવામાં આવશે

અદાણી જૂથના અદાણી ફાઉન્ડેશને સોમવારે જણાવ્યું હતું કે તેણે સમગ્ર દેશમાં શિક્ષણના મંદિરો સ્થાપવા K-12 શિક્ષણ ક્ષેત્રે અગ્રણી ખાનગી સંસ્થા જેમ્સ એજ્યુકેશન સાથે જોડાણ કર્યું છે. ફાઉન્ડેશન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અદાણી પરિવાર તરફથી 2,000 કરોડ રૂપિયાના પ્રારંભિક યોગદાન સાથેની ભાગીદારી સમાજના તમામ વર્ગના લોકો માટે વિશ્વ સ્તરીય શિક્ષણ અને લર્નિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સસ્તું બનાવવાને પ્રાથમિકતા આપશે.

જીત અને દિવાના લગ્ન

જીત અદાણી અને દિવા શાહે 7 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આયોજિત સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહનું આયોજન સાદગી અને પરંપરાગત રીત-રિવાજો સાથે કરવામાં આવ્યું હતું. લગ્ન બાદ ગૌતમ અદાણીએ નવવિવાહિત યુગલને સુખી જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. આ નવપરિણીત યુગલને જીવનનો મંત્ર આપતાં તેમણે સમાજના ભલા માટે કેવી રીતે કામ કરવું પડશે તે જણાવ્યું હતું.

જીત અને દિવાના લગ્ન પ્રસંગે 10 હજાર કરોડ રૂપિયાનું ભવ્ય દાન

મહત્વનું છે કે, ગૌતમ અદાણીના દાનના વિચારો ‘સેવા એ સાધના, સેવા એ પ્રાર્થના અને સેવા એ જ ઈશ્વર’ પર આધારિત છે. આ દાનનો મોટો હિસ્સો સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના માળખાગત વિકાસ પર ખર્ચવામાં આવશે.

આ પણ વાંચો :- ભારત પહોંચેલા કતારના અમીરનું સ્વાગત કરવા PM મોદી પોતે એરપોર્ટ પહોંચ્યા

Back to top button