બિઝનેસ

અદાણી ગ્રુપે વધુ એક પોર્ટ પોતાના નામે કર્યું, જાણો કેટલા કરોડમાં થઇ ડીલ

Text To Speech
  • અદાણી ગ્રુપે કરાઈકલ પોર્ટની 1485 કરોડમાં ડીલ પૂર્ણ કરી
  • 5 ફંક્શનલ બર્થ, ૩ રેલવે સાઇડિંગ્સ, 600 હેક્ટર જમીન અને 21.5 મિલિયન મેટ્રિક ટનની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા
  • અદાણી ગ્રુપ દેશની સૌથી મોટી ખાનગી અને લોજિસ્ટિક્સ કંપની છે

હિંડનબર્ગ રિપોર્ટ પછી અદાણીની સંપત્તિને ઘણું નુકસાન થયું હતું પરંતુ અદાણી ગ્રુપ ફરી પોતાનું આર્થિક સામ્રાજ્ય ઉભું કરી રહ્યું છે. અદાણી ગ્રુપ દેશની સૌથી મોટી ખાનગી અને લોજિસ્ટિક્સ કંપની છે ત્યારે આ કંપની દ્વારા વધુ એક પોર્ટ પોતાના નામે કર્યું છે. અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ જાહેરાત કરતા કહ્યું કે નેશનલ લો ટ્રિબ્યુનલ (NCLT)ની મંજૂરી મળ્યા બાદ કરાઈકલ પોર્ટ પ્રાઈવેટ લિમિટેડને હસ્તગત કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે ડીલ પૂર્ણ થઈ ગઈ છે.

કરાઈકલ પોર્ટની ક્ષમતા

કરાઈકલ પોર્ટના અધિગ્રહણ પહેલા અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડને KPPLની કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયાના ભાગ તરીકે ગણવામાં આવતું હતું. કરાઈકલ બંદર એ ભારતના પુડુચેરીમાં સ્થિત એક મોટા કદનું સર્વ હવામાન, ઊંડા પાણીનું બંદર છે. તેમાં 5 ફંક્શનળ બર્થ, ૩ રેલવે સાઇડિંગ્સ, 600 હેક્ટર જમીન અને 21.5 મિલિયન મેટ્રિક ટનની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા છે.

આ પણ વાંચો : મુન્દ્રા અદાણી પોર્ટના 21 હજાર કરોડ હેરોઈન કાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો

કંપનીએ આ માહિતી આપી

અદાણી પોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કરાઈકલ પોર્ટના અધિગ્રહણ માટેની ડીલ 1,485 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. નિવેદન અનુસાર, પોર્ટ તમિલનાડુના કન્ટેનરવાળી કાર્ગો બેસ્ડ ઔદ્યોગિક કેન્દ્રો અને આગામી 9 MMTPA CPCL રિફાઇનરીની નજીક છે.

આ પણ વાંચો : અદાણી કેસમાં હલચલ મચાવનાર હિંડનબર્ગનો વધુ એક ‘મોટો રિપોર્ટ’ આવી રહ્યો છે !

અદાણી ગ્રુપ પાસે 14 પોર્ટ

અદાણી પોર્ટના CEO કરણ અદાણીએ જણાવ્યું હતું કે કરાઈકલ પોર્ટની ખરીદી સાથે અદાણી ગ્રુપ હવે સમગ્ર દેશમાં 14 પોર્ટ ચલાવી રહ્યું છે. તે ગ્રાહકો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સમય જતાં 850 કરોડ ખર્ચ કરશે. કંપનીનો આગળનો પ્લાન 5 વર્ષમાં પોર્ટની ક્ષમતા બમણી કરવાનો છે.

અમે તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના કરાઈકલ જિલ્લામાં સ્થિત છે અને તેની સ્થાપના 2009 માં કરવામાં આવી હતી અને તે ચેન્નાઈથી લગભગ 300 કિમી દુર દક્ષિણમાં સ્થિત છે, જે એક મુખ્ય બંદર છે. જ્યારે અદાણી ગ્રુપ દેશની સૌથી મોટી ખાનગી અને લોજિસ્ટિક્સ કંપની છે.

Back to top button