અદાણી ગ્રુપ ગુજરાતમાં બનાવી રહ્યું છે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક
- આ પાર્ક 2 કરોડથી વધુ ઘરને વીજળી આપવા માટે 30 GW વીજળીનું ઉત્પાદન કરશે
- અદાણી ગ્રીન એનર્જીના શેર શેરબજારમાં સતત ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે
કચ્છ, 08 ડિસેમ્બર: અદાણી ગ્રુપ ગુજરાતના રણ વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે. આ ગ્રીન એનર્જી પાર્ક ગુજરાતના કચ્છના રણમાં 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો હશે. આ પાર્ક 2 કરોડથી વધુ ઘરને વીજળી આપવા માટે 30 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. ગૌતમ અદાણીએ પોતે પોતાના એક્સ હેન્ડલ પર પાર્કમાં ચાલી રહેલા કામની તસવીરો શેર કરી છે. અદાણી ગ્રૂપના આ પ્રોજેક્ટથી ભારતની ગ્રીન એનર્જી ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે, આ ઉપરાંત તે COPમાં આબોહવાને લઈને કરવામાં આવેલી પ્રતિજ્ઞાઓને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે.
ગૌતમ અદાણીએ આ વાત કહી
ગૌતમ અદાણીએ એક્સ પર કહ્યું કે, અમે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ અને રિન્યુએબલ એનર્જીમાં ભારતની પ્રભાવશાળી પ્રગતિમાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ અમને ગર્વ છે. પડકારોથી ભરેલા રણમાં 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ અવકાશમાંથી પણ જોઈ શકાય છે. અમે 2 કરોડથી વધુ ઘરને વીજળી આપવા માટે 30 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરીશું.
Proud to play a crucial role in India’s impressive strides in renewable energy as we build the world’s largest green energy park. This monumental project, covering 726 sq km in the challenging Rann desert, is visible even from space. We will generate 30GW to power over 20 million… pic.twitter.com/FMIe8ln7Gn
— Gautam Adani (@gautam_adani) December 7, 2023
ભારતનું લક્ષ્ય
2030 સુધીમાં ભારત તેની અર્થવ્યવસ્થાની કાર્બન તીવ્રતા 45% થી વધુ ઘટાડશે. જ્યારે 2070 સુધીમાં ભારત નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરી લેશે.
શેરની સ્થિતિ
અદાણી ગ્રીન એનર્જી સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ્સ વિકસાવી રહી છે. હાલમાં કંપની પાસે 8.4 ગીગાવોટની રિન્યુએબલ પાવર ક્ષમતા છે. તે દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની છે. શુક્રવારે કંપનીના શેર 5.70 ટકાના ઘટાડા સાથે રૂ. 1533.00 પર ટ્રેડ કરી રહ્યા છે. સમગ્ર ટ્રેડિંગ સપ્તાહમાં અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 15-20 ટકાની અપર સર્કિટ જોવા મળી છે. હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાહેર થયો તે પહેલા અદાણી ગ્રીન એનર્જીનો શેર રૂ. 2,185.30 પર હતો પરંતુ 28 ફેબ્રુઆરીએ તે ઘટીને રૂ. 439.35 પર આવી ગયો હતો. જો કે ત્યારપછી તેની કિંમત લગભગ ત્રણ ગણી વધી ગઈ છે.
આ પણ વાંચો, જામનગરમાં SOGની કાર્યવાહી, 2.65 લાખનું 555 કિલો ભેળસેળયુકત ઘી કબજે કર્યું