બિઝનેસ

આ ડ્રોન સ્ટાર્ટઅપમાં અદાણી ગ્રુપની કંપનીએ ખરીદ્યો 50% હિસ્સો, જાણો શું છે ડીલ?

Text To Speech

અમદાવાદઃ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ની પેટાકંપની અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડે 27 મે, 2022ના રોજ કૃષિ ડ્રોન સ્ટાર્ટઅપ જનરલ એરોનોટિક્સમાં 50% હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ બંધનકર્તા કરાર વિશે માહિતી આપી છે. અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે, આ અધિગ્રહણની પ્રક્રિયા 31 જુલાઈ, 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જો કે, કંપનીએ કરારની નાણાંકીય વિગતો જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અદાણી એન્ટરપ્રાઈઝના શેર 2% વધીને રૂ. 2,085 પર બંધ થયા હતા.

નવી દિલ્હીમાં ડ્રોન મહોત્સવ ચાલે છે
બેંગલુરુ સ્થિત જનરલ એરોનોટીક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ટેકનોલોજી આધારિત સંરક્ષણ સેવાઓ, આરોગ્ય દેખરેખ અને ઉપજ મોનિટરીંગ સેવાઓ માટે રોબોટિક ડ્રોન વિકસાવવામાં આવે છે. આ અધિગ્રહણ એવા સમયે થયું છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના રોકાણકારોને ભારતના ડ્રોન ઉદ્યોગમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ – ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 27 અને 28 મેના રોજ બે દિવસીય ઈવેન્ટ છે. જેનું આયોજન દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે કરવામાં આવ્યું છે.

કંપનીએ શું કહ્યું?
અદાણી ગ્રૂપ કંપનીએ જણાવ્યું હતું કે, તે તેની લશ્કરી ડ્રોન અને AI/ML ક્ષમતાઓનો લાભ લેશે અને સ્થાનિક કૃષિ ક્ષેત્ર માટે સંપૂર્ણ ઉકેલ પ્રદાન કરવા માટે જનરલ એરોનોટિક્સ સાથે કામ કરશે. જનરલ એરોનોટિક્સ એ એન્ડ-ટુ-એન્ડ એગ્રી પ્લેટફોર્મ સોલ્યુશન્સ કંપની છે, જે બેંગ્લોર સ્થિત કંપની છે. તે રોબોટિક ડ્રોન અને પાક સંરક્ષણ સેવાઓ, પાક આરોગ્ય, ચોકસાઇ-ખેતી અને ઉપજની દેખરેખ માટે ઉકેલો પ્રદાન કરે છે.

શું કરે છે અદાણીની પેટાકંપની?
અદાણી ડિફેન્સે ભારતની પ્રથમ માનવરહિત હવાઈ વાહન ઉત્પાદન સુવિધા, ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રના નાના શસ્ત્રોનું ઉત્પાદન કર્યું છે. હાલમાં નાગપુર ખાતે ભારતની પ્રથમ વ્યાપક એરક્રાફ્ટ એમઆરઓ સુવિધા સ્થાપવાની પ્રક્રિયામાં છે.

શું કહ્યું પીએમ મોદીએ?
નવી દિલ્હીમાં ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘મને આશા છે કે ભવિષ્યમાં ડ્રોનના ઉપયોગના વધુ પ્રયોગો થશે. હું દેશ અને દુનિયાભરના રોકાણકારોને ફરીથી આમંત્રિત કરું છું. ઉદ્યોગ-ડ્રોનને વધુ સુલભ બનાવવા માટે હું નિષ્ણાતોને પણ અપીલ કરું. હું યુવાનોને અપીલ કરવા માંગુ છું કે નવા ડ્રોન સ્ટાર્ટઅપ્સમાં જોડાય.’

Back to top button