યુટિલીટી

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો સાથે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી

સુરત : અદાણી ગ્રુપ એટલે ગૌતમ અદાણી હસ્તગત આવનારી ભારત અને વિશ્વની સર્વશ્રેષ્ઠ ગણાતી કંપની. અદાણી જેવી આટલી મોટી કંપની છેવાડાના ઉમરપાડાના આદિવાસીઓના ઉત્થાન માટે કાર્ય કરે એ બહુ આવકારદાયક વાત છે. અદાણી ગૃપના ખૂબ મોટા બિઝનેસ અને ઉદ્યોગ છે તેમ છતાં આપણાં આદિવાસી વિસ્તારમાં પાંચ ગામને દત્તક લઈને જે કાર્ય આરંભ કર્યા છે એ માટે અદાણી સમૂહને અભિનંદન. આ શબ્દ હતા ગુજરાત સરકારના માજી મંત્રી, વિધાનસભાના માજી અધ્યક્ષ અને માંગરોળના વર્તમાન ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અને પ્રસંગ હતો ઉમરપાડા તાલુકાના ધાણાવડ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી.

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો સાથે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી - humdekhengenews

દેશના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જયંતી 23 ડિસેમ્બરને દેશભરમાં કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2001થી દર વર્ષે 23 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજ રોજ અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લાનાના ઉમરપાડા તાલુકાના ઘાણાવડ ગામ ખાતે રાસ્ટ્રિય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય અને માજી મંત્રી ગણપતસિંહ વસાવા, સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, નિકુલસિંહ ચૌહાણ, શિક્ષણ વિસ્તરણ નિયામક નવસારી કૃષિ યુનિ, નીતિનભાઈ ગામીત, ડાયરેક્ટર, એટીએમએ પ્રોજેક્ટ, સુરત, ડો.જનકભાઈ રાઠોડ, વરિષ્ઠ વૈજ્ઞાનિક, KVK સુરત, ડૉ. લક્ષિતભાઈ કાછડીયા, સિનિયર એક્ઝિક્યુટિવ સુમુલ પશુદાણ ફેક્ટરી, બાજીપુરા, છગનભાઈ વસાવા, ખેતીવાડી વિસ્તરણ અધિકારી, ઉમરપાડા વિજયભાઈ વસાવા, તાલુકા લાઇવલીહુડ મેનેજર (મિશન મંગલમ), ઉમરપાડા વગરેએ ઉપસ્થિત રહીને ખેડૂતો અને પશુપાલકોને સજીવ ખેતી, ગાય આધારિત ખેતી અને ઉન્નત પશુપાલન અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ખેડૂત, જમીન અને પશુપાલન વિષયક સરકારની વિવિધ યોજના અને નિયમોની વિસ્તૃત માહિતી આપી હતી.

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો સાથે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી - humdekhengenews

આજરોજ યોજાયેલા રાષ્ટ્રીય કિસાન દિવસ કાર્યક્રમમાં કેવડી, ઉનાવડ, ચોખવડા, પાંચ આંબા, જુમ્માવાડી અને ઉમરગોટ ગામના સરપંચ સહિત 500 જેટલા ખેડૂત અને પશુપાલકો હજાર રહ્યા હતા. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ઉમરપાડામાં આદિજાતિ વિકાસ પહેલ તરફના પ્રયાસો માટે અદાણી ફાઉન્ડેશન, હજીરાનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે હાજર રહેલ ખેડૂતોને નવસારી કૃષિ ઉનિવર્સિટી દ્વારા સેંદ્રિય પ્રવાહી પોષક તત્વો થી ભરપૂર નોવેલ નામની દવાની બોટલ અને અદાણી ફાઉન્ડેશન , હજીરા સુરત દ્વારા 1 કિલો મિનરલ મિક્ષર અને 1 કિલો ફેટ સપ્લીમેંટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

Back to top button