કચ્છ - સૌરાષ્ટ્રસંવાદનો હેલ્લારો

મોરબી દુર્ઘટનામાં અનાથ બાળકોની વારે આવ્યું અદાણી ફાઉન્ડેશન

  • અદાણી ફાઉન્ડેશન મોરબી દુર્ઘટનામાં અનાથ થયેલ બાળકોની કરશે સહાય
  • થાપણના સ્વરુપમાં આપશે રુ.પાંચ કરોડ

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં માતાના ગર્ભમાં ઉજરી રહેલા એક બાળક સહિત 20 ભૂલકાઓ કે જેઓએ માતા-પિતા કે કોઇ એકને ગુમાવ્યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના એક પ્રયાસના ભાગરુપે અદાણી ફાઉન્ડેશન દ્વારા થાપણના સ્વરુપમાં રુ.પાંચ કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મોરબી ઝૂલતા પુલની દુર્ધટનામાં માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળક સહીત 20 જેટલા ભૂલકાઓ કે જેમણે માતા-પિતા કે કોઈ એકને ગુમાવ્યા છે. અવ બાળકોને છત્રછાયા પૂરી પાડવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા થાપણના ભાગ રૂપે રૂપિયા 5 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભાજપના આ દિગ્ગજ નેતા સામે ઇસુદાન ગઢવી ઉતરશે મેદાનમાં, જાણો શું છે ત્યાંની રાજકીય સ્થિતિ ?

મળતી માહિતી મુજબ 7 બાળકોએ આ દુર્ઘટનામાં તેમના માતા-પિતા અને પિતા ગુમાવતા અનાથ બન્યા છે અને 12 બાળકો એવા પણ છે કે જેમણે માતા-પિતા પૈકી કોઈ એકને ગુમાવ્યા છે.અદાણી ફાઉન્ડેશન મોરબી જીલ્લા વહીવટ તંત્ર સાથે આ તમામ બાળકો તેમજ પુલની આ દુર્ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક ગર્ભવતી મહિલા કે જેના ગર્ભમાં બાળક ઉછરી રહ્યું છે તેના માટે રૂ. 25 લાખની
થાપણ ઉભી કરવા માટે સંકલન કરી રહ્યું છે.

મોરબી દુર્ઘટનામાં અનાથ બાળકોની વારે આવ્યું અદાણી ફાઉન્ડેશન - humdekhengenews

મોરબીની મચ્છુ નદી પર 1880માં બાંધવામાં આવેલ ઐતિહાસિક ઝૂલતો પુલ ગત તા. 30 ઓક્ટોબર 2022ની સાંજે તૂટી પડતા દુર્ઘટના સર્જાયી હતી. આ દુર્ઘટનામાં લગભગ 135 લોકોએ જીવ ગુમ્યા અને 180 થી વધુ લોકો ઈજાગ્રસ્તથયા હતા. તેમજ આ અકસ્માતમાં ઘણા એવા બાળકો છે કે જેમણે માતા- પિતા કે કોઈ એકને ગુમાવ્યા છે. આવા સમયે અદાણી ફાઉન્ડેશન આ બાળકો માટે જીવ દોરી બનીને સામે આવ્યું છે.

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ જી અદાણીએ જણાવ્યું હતું કે, “અમે મહામૂલી જીંદગીનો ભોગ લેનાર આ કમનશીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના પ્રચંડ દર્દમાં અમારી સંવેદના વહેંચીએ છીએ.” “સૌથી વધુ ગંભીર રીતે અસરગ્રસ્તોમાં નાના બાળકો છે, જેમાંથી ઘણાને હજુ સુધી કહેવામાં આવ્યું નથી કે તેમના માતા અથવા પિતા અથવા બંને માતા-પિતા ક્યારેય ઘરે પાછા ફરશે નહીં. આ મહા મુશ્કેલીની ઘડીમાં આ બાળકોના વિકાસ, તેઓને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે જે કંઈ કરી શકીએ તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આથી જ અમે તેઓને તેમના વિકાસના વર્ષોમાં જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા માટે ફંડ સ્થાપવાનું નક્કી કર્યું છે.”

આ પણ વાંચો :  યુવા મતદારો માટે પ્રેરણા, ધોરાજીના 106 વર્ષના બા લોકશાહીના પર્વના બનશે ભાગીદાર

અદાણી ફાઉન્ડેશન રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા સત્તાવાળાઓ સાથેના પરામર્શમાં રહી 20 બાળકો માટે ચોકકસ ભંડોળ સુરક્ષિત ફિક્સ ડિપોઝિટમાં મૂકશે જેથી તેઓની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્યાજની રકમ અકબંધ રહે. આ સંદર્ભમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંતભાઇ ગઢવીએ મોરબીના જિલ્લા કલેક્ટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કર્યો હતો.

1996માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન એ વિશ્વમાં સૌથી વધુ લોકો સુધી પહોંચતી સામાજિક સહાય કરતી સંસ્થાઓ પૈકીનું એક છે લોકોના સર્વાંગી ઉત્થાન માટેના શ્રેણીબધ્ધ કાર્યક્રમો ધરાવતું અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતના 2,409 ગામડાઓમાં 3.7 મિલિયન લોકોને આવરી લે છે. તે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, કૌશલ્ય વિકાસ, ટકાઉ આજીવિકા વિકાસ અને ગ્રામીણ માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બાળ પોષણ અને મહિલાઓના સશક્તિકરણ માટેના વિશેષ પ્રોજેક્ટ્સની શ્રેણીને સહયોગ આપે છે.

Back to top button