દેશમાં મોધવારીએ માઝા મૂકી છે.. દિવસેને દિવસે દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. લોકો મોંઘવારીના વિષચક્રમાં ફસાઈ રહ્યા છે ત્યારે એલપીજી બાદ અદાણીએ પણ CNGના ભાવમાં 1.31 રૂપિયાનો વધારો કર્યો છે. CNGના ભાવમાં વધારો ઝીકાતા અમદાવાદમાં CNGનો ભાવ 83.90 રૂપિયાએ પહોંચ્યો છે.
અદાણીએ CNGના ભાવમાં 1.31 રૂપિયાનો વધારો કર્યો
2022માં CNGના ભાવમાં આઠ વખત વધારા બાદ 17 રૂપિયા વધ્યા છે. અદાણીએ CNGના ભાવમાં 1.31 રૂપિયાનો વધારો કરાતા અમદાવાદમાં હવે CNG અને ડીઝલ વચ્ચે માત્ર રૂ. 8.25 નો જ તફાવત રહી ગયો છે. અગાઉ રીક્ષાના મિનિમમ ભાડામાં કરાયો હતો વધારો ઉલ્લેખનીય છે કે, નવા મહિનાની શરુઆતમાં જ ભાવમાં વધારો થતા CNGનો ઉપયોગ કરતા વાહનચાલકોની ચિંતામાં વધારો થયો છે. જે ભાવ અગાઉ 82.59 રૂપિયા હતો તેમાં 1.31 રૂપિયાનો વધારો થતાં તે વધીને 83.90 રૂપિયા થઈ ગયો છે.
આઠમી વખત ઝીકાયો ભાવ વધારો
વર્ષ 2022માં આઠ વખત સીએનજીના ભાવમાં વધારો કરાયો મહત્વનું છે કે, જે રીતે CNGનો ભાવ વધી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ અને CNG ગેસના ભાવ એકસરખા જ થઈ જવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. વર્ષ 2022માં આઠ વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.