ટ્રેન્ડિંગનેશનલ

અદાણીની MPમાં 1.1 લાખ કરોડના રોકાણની જાહેરાત, 1 લાખથી વધુ યુવાઓને રોજગાર મળશે

  • અદાણીની MPમાં યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025માં 1.1 લાખ કરોડના રોકાણની જાહેરાતથી મધ્યપ્રદેશવાસીઓ ખુશ

HD ન્યુઝ ડેસ્કઃ ભારતના અગ્રણી બિઝનેસ સમૂહ અદાણી ગ્રુપે મધ્યપ્રદેશમાં સિમેન્ટ, ખાણકામ, પમ્પ સ્ટોરેજ, સ્માર્ટ મીટર અને થર્મલ પાવર જેવા વિવિધ ક્ષેત્રોમાં રૂ. 1.1 લાખ કરોડના જંગી રોકાણની જાહેરાત કરી છે. આ જાહેરાત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ભોપાલમાં આયોજિત મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025માં કરી હતી. આ રોકાણથી એક લાખ યુવાનોને સીધી રોજગારી મળવાનો અંદાજ છે.

ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025માં હાજરી આપવા આવેલા ગૌતમ અદાણી મુખ્યમંત્રી મોહન યાદવને પણ મળ્યા હતા. બેઠકની તસવીરો શેર કરતી વખતે મુખ્યમંત્રીએ લખ્યું કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અંગે અર્થપૂર્ણ ચર્ચા થઈ છે. મધ્યપ્રદેશની અપાર સંભાવનાઓ, મજબૂત માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગ અનુકુળ નીતિઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચા રાજ્યમાં નવા રોકાણ અને ઔદ્યોગિક વિકાસ માટે નવી તકો ખોલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

પીએમ મોદી અને સીએમ મોહન યાદવની કરી પ્રશંસા

મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2025 એ ટોચના લીડર્સ, નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા છે. ગૌતમ અદાણીએ પીએમ મોદી અને મુખ્યમંત્રી મોહન યાદવના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું, આ રોકાણ ફક્ત નાણાકીય વ્યવહાર કરતાં વધુ છે. ગૌતમ અદાણીએ કહ્યું કે આ પ્રયાસ ઔદ્યોગિક વિકાસની સહિયારી યાત્રામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તે ભારતના ઔદ્યોગિક અને આર્થિક પરિદ્રશ્યમાં મધ્યપ્રદેશને પણ આગળ લઈ જશે.

અદાણી ગ્રુપ મધ્યપ્રદેશમાં કોલસામાંથી ગેસ બનાવશે

ગૌતમ અદાણીએ મોહન સરકાર સાથે 1 લાખ કરોડ રૂપિયાના વધારાના રોકાણ અંગે ચાલી રહેલી વાટાઘાટોની માહિતી આપી. તેમણે કહ્યું કે નવા રોકાણ હેઠળ, અમે મધ્યપ્રદેશમાં એક સ્ટેટ-ઑફ-ધ-આર્ટ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી, એરપોર્ટ અને મહત્વકાંક્ષી કોલસા ગેસીકરણ પ્રોજેક્ટ બનાવવા જઈ રહ્યા છીએ.

ગૌતમ અદાણીએ તાજેતરમાં તેમના પુત્ર જીતના લગ્નમાં સામાજિક કાર્ય માટે 10,000 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. આ દ્વારા તેઓ વંચિતો માટે શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં સસ્તું અને વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માંગે છે.

50,000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે

ગૌતમ અદાણીએ કહ્યું, અદાણી ગ્રુપે મધ્યપ્રદેશમાં પાવર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ અને કૃષિ-વ્યવસાય ક્ષેત્રોમાં 50,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. આનાથી 25,000થી વધુ યુવાનોને નોકરી મળી છે. આ નવું રોકાણ મધ્યપ્રદેશની ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે. તે ભારતની આત્મનિર્ભરતા અને નવીનતાની મહત્વાકાંક્ષાઓ સાથે પણ જોડાયેલું છે.

આ પણ વાંચોઃ Invest Madhya Pradesh: પીએમ મોદીએ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ધાટન કર્યું

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button