ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

તુનિષાની આત્મહત્યા બાદનો વીડિયો સામે આવ્યો, ખોળામાં ઉંચકી હોસ્પિટલ લઈ આવ્યો હતો શીજાન

Text To Speech

ટીવી એક્ટ્રેસ તનિષા શર્માની આત્મહત્યા બાદનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેનો કો-સ્ટાર શીજાન ખાન એક્ટ્રેસને હોસ્પિટલમાં લઈ આવ્યો હતો.

જણાવી દઈએ કે અભિનેત્રીના મૃત્યુ બાદ તેની માતાએ તુનીષાના બોયફ્રેન્ડ શીજાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ પોલીસે રવિવારે શીજાન ખાનની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો. બીજી તરફ આગલા દિવસે શીજાને પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી બાબતો પોલીસને જણાવી હતી.

સાંજે 4 વાગ્યા પછી અંતિમ યાત્રા માટે નશ્વર દેહ રવાના થયો હતો. અભિનેત્રીના અંતિમ સંસ્કાર ભગવાનદેવ સ્મશાન ભૂમિમાં કરવામાં આવી રહ્યા છે. જે તેની બિલ્ડીંગથી માત્ર એક કિલોમીટર દૂર છે. તુનીષા શર્માના મૃતદેહને લેવા તેનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યારે અભિનેતા વિશાલ જેઠવા અને અભિનેતા શિવિન નારંગ તુનીષાના ઘરે હાજર હતા.

ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ શનિવારે તેના શો ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

તુનીષાના પરિવારે એક નિવેદન બહાર પાડ્યું છે

સોમવારે મોડી સાંજે તુનીશાના પરિવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં લખ્યું હતું, “ખૂબ જ દુઃખ સાથે, અમે તમને જણાવીએ છીએ કે 24 ડિસેમ્બર 2022ના રોજ અમારી તુનિષા શર્મા અમને કાયમ માટે છોડીને ચાલી ગઈ છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ આવે અને તેની આત્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપે.”

Back to top button