અભિનેત્રી-સિંગર મલ્લિકા રાજપૂતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
- અભિનેત્રી-સિંગર મલ્લિકા રાજપૂતે સુલ્તાનપુરમાં પોતાના જ ઘરે કરી આત્મહત્યા
- પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો
ઉત્તર પ્રદેશ, 13 ફેબ્રુઆરી: પ્રખ્યાત સિંગર અને અભિનેત્રી વિજય લક્ષ્મી ઉર્ફે મલ્લિકા રાજપૂતે હવે આ દુનિયામાં નથી. પ્રખ્યાત સિંગરે સુલ્તાનપુરમાં રહેલા તેના જ ઘરમાં ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મલ્લિકાના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસ આત્મહત્યા પાછળનું કારણ જ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
મૃતકની માતા સુમિત્રા સિંહે જણાવ્યું કે, તેમની પુત્રી વિજયાલક્ષ્મી સિંહ ઉર્ફે મલ્લિકા રાજપૂત રાબેતા મુજબ રાત્રે રૂમમાં જઈ દરવાજો અંદરથી બંધ કરીને સુઈ ગઈ હતી. સવારે દરવાજો ન ખૂલતાં પરિવારે જેમ તેમ કરીને દરવાજો ખુલ્યો અને જોયું તો મલ્લિકા પંખે લટકી રહી હતી.
મલ્લિકાનો તેના પરિવારના સભ્યો સાથે વિવાદ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીને તેના પરિવાર સાથે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. આ મામલે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. ત્યારે પોલીસે મામલો ઉકેલી નાખ્યો હતો પરંતુ પછી મલ્લિકાએ રાત્રે આત્મહત્યા કેમ કરી?આ પ્રશ્નો દરેકના મનમાં ઉઠી રહ્યા છે. હાલ તપાસ ચાલી રહી છે.
મલ્લિકાએ કંગના રનૌત સાથે પણ કામ કર્યું હતું
મલ્લિકા રાજપૂતે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સાથે પણ કામ કર્યું હતું. તે કંગના સાથે રિવોલ્વર રાની ફિલ્મમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. જોકે મલ્લિકાને નામ અને ખ્યાતિ સિંગર શાનના મ્યુઝિક આલ્બમ યારા તુઝેથી મળી હતી.
આ પણ વાંચો: એલ્વિશ યાદવ ફરી એક વાર વિવાદમાં, પહેલા મારી થપ્પડ અને પછી કહ્યું…