ટ્રેન્ડિંગમનોરંજન

અભિનેત્રી રશ્મિકા મંદાનાએ આખરે જણાવ્યું કે બોયફ્રેન્ડમાં કયા ગુણો પસંદ છે?

Text To Speech
  • તાજેતરમાં જ રશ્મિકા મંદાનાએ એક ઈન્ટરવ્યુમાં મોટી હિંટ આપી છે અને સંકેત આપ્યો છે કે તે વિજય સાથે સુંદર સંબંધમાં છે

HD ન્યુઝ ડેસ્કઃ સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ખાસ કરીને તેની ડેટિંગ લાઈફ અને વિજય દેવેરાકોંડા સાથેના અફેરની અફવાઓ ચર્ચાનો વિષય બની રહે છે. જો કે અત્યાર સુધી બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી, પરંતુ તાજેતરમાં જ રશ્મિકા મંદાનાએ એક ઈન્ટરવ્યુમાં મોટી હિંટ આપી છે અને સંકેત આપ્યો છે કે તે વિજય સાથે સુંદર સંબંધમાં છે. તેની ડેટિંગ લાઈફને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે.

રશ્મિકા અને વિજય દેવરાકોંડાની ઓનસ્ક્રીન જોડીને દર્શકોએ ખૂબ વખાણી છે, પરંતુ સસ્પેન્સ એ છે કે શું બંને રિયલ લાઇફ કપલ પણ છે કે નહિ. બંને ઘણીવાર સાથે જોવા મળે છે, જેના કારણે તેમના ચાહકો માને છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે તાજેતરમાં અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ વિશે કંઈક ખુલાસો કર્યો છે.

રશ્મિકાને તેના પાર્ટનરના આ ગુણો ગમે છે

રશ્મિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેને તેના પાર્ટનરમાં કયા ગુણો ગમે છે. રશ્મિકા માને છે કે, આંખો વ્યક્તિનું સત્ય ઉજાગર કરે છે. મને એવા લોકો ગમે છે જેમના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે. આવા લોકો તેમની આસપાસના દરેક વ્યક્તિનો આદર કરે છે, પછી ભલે તે કોઈ પણ હોય. ઉલ્લેખનીય છે કે વિજય દેવરાકોંડાએ પણ થોડા સમય પહેલા પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સિંગલ નથી. હવે રશ્મિકા તેને પાર્ટનરમાં શું ગમે છે તે વાત કરે છે. હવે ચાહકો તેમના રિલેશનશિપ સ્ટેટસનું સસ્પેન્સ ખુલે તેવું ઈચ્છે છે.

આ પણ વાંચોઃ 5000ની ટિકિટ 50000માં કેમ? મહાકુંભના મોંઘા ભાડાઓ પર રાઘવ ચઢ્ઢાના સવાલ, ઉઠાવી આ માંગ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button