ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ એરપોર્ટ પર અભિનેત્રી રાન્યા રાવ દાણચોરીનું સોનું લાવી હતી! તપાસનો ધમધમાટ શરૂ

Text To Speech
  • મહિલાઓ દાણચોરીના સોના સાથે ઉતરી હોવાનું તેણે કબૂલ્યું છે
  • અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીમાં લગભગ 150 મહિલા સામેલ
  • એકાઉન્ટમાં થઇ રહેલા ટ્રાન્જેકશનની વિગતો પર પણ ડિપાર્ટમેન્ટની વોચ

કન્નડ અભિનેત્રી અને આઈપીએસ અધિકારીની દિકરી રાન્યા રાવની બેંગલુરૂ એરપોર્ટ પર દાણચોરીના 15 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ એજન્સીઓ સમક્ષ રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર પણ દાણચોરીનું સોનું ઉતાર્યું હોવાની કબૂલાત કરી હોવાનું કસ્ટમનાં સૂત્રોએ જણાવ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીમાં લગભગ 150 મહિલા સામેલ

રાન્યા રાવ પોતે અમદાવાદ એરપોર્ટ પર નહોતી ઉતરી પણ તેની સાથે સંકળાયેલા મહિલાઓ દાણચોરીના સોના સાથે ઉતરી હોવાનું તેણે કબૂલ્યું છે. રાન્યાની કબૂલાતના આધારે કસ્ટમ વિભાગે અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી કરતી મહિલા પેડલર્સની યાદી તૈયાર કરી છે. સૂત્રોનું કહેવું છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીમાં લગભગ 150 મહિલા સામેલ છે. કસ્ટમના રડારમાં છે ઉપરાંત તમામ દાણચોરોની પ્રોફાઇલ તૈયાર કરાઇ છે કે જે અન્ય સેન્ટ્રલ એજન્સીઓને શેર કરાશે.

એકાઉન્ટમાં થઇ રહેલા ટ્રાન્જેકશનની વિગતો પર પણ ડિપાર્ટમેન્ટની વોચ

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણોચોરી કરતી જે દોઢસોથી વધુ મહિલાઓ પર એજન્સીઓની વોચ છે એ મહિલાઓ વારંવાર દુબઇ કે અખાતી દેશોમાં જાય છે. તેમના પાસપોર્ટ અને વિદેશની મુસાફરીનો રેકોર્ડ નોંધવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેઓ સોના કે વાંધાજનક વસ્તુઓ સાથે કેટલી વખતો પકડાઇ છે. આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતની વિગતોને આધારે તેમના એકાઉન્ટમાં થઇ રહેલા ટ્રાન્જેકશનની વિગતો પર પણ ડિપાર્ટમેન્ટની વોચ છે.

આ પણ વાંચો: અમદાવાદ: બે વર્ષમાં 4600થી વધુ બાળકોને હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર સમસ્યા

Back to top button