ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં એક્ટ્રેસ પૂજા ભટ્ટ સામેલ થઈ, હૈદરાબાદમાં રાહુલ ગાંધીની સાથે એક ફ્રેમમાં જોવા મળી

Text To Speech

હૈદરાબાદઃ બોલિવૂડ એક્ટ્રેસ અને ફિલ્મ મેકર પૂજા ભટ્ટ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ છે. હાલ યાત્રા તેલંગાનાની રાજધાની હૈદરાબાદ પહોંચી છે, જ્યાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સાથે પૂજા ભટ્ટ પણ સામેલ થઈ. ટ્વિટર પર શેર કરેલા એક વીડિયોમાં પૂજા ભટ્ટ પાર્ટીના નેતા રાહુલ ગાંધીની સાથે ચાલતા અને વાતચીત કરતા જોવા મળી. તો રાહુલ ગાંધીની સાથે એક ફ્રેમમાં જોવા મળેલી પૂજા ભટ્ટની આ તસવીર ઘણી જ વાયરલ થઈ રહી છે.

યાત્રામાં સામેલ થનારી બોલિવૂડની પહેલી સેલેબ છે પૂજા ભટ્ટ
આ યાત્રામાં સામેલ થનારી પહેલી બોલિવૂડ હસ્તી છે. તો આ દરમિયાન એક્ટ્રેસ ફુલ સ્લીવ્સના બ્લેક કલરના કુર્તા અને પ્રિન્ટેડ સ્ટોલમાં જોવા મળી. યાત્રા દરમિયાન પૂજાએ સપોટર્સનો હાથ મિલાવીને અભિવાદન કર્યું હતું. આ દરમિયાન સમર્થક પણ એક્ટ્રેસને જોઈને ઘણાં જ એક્સાઈટેડ થઈ ગયા હતા.

સ્વરાએ પણ યાત્રા અને રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી
આ પહેલા સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રાની પ્રશંસા કરી હતી. એક્ટ્રેસે ટ્વીટ કરી લખ્યું હતું- ચૂંટણીમાં હાર, ટ્રોલિંગ, વ્યક્તિગત હુમલા અને સતત નિંદાનો સામનો કરવા છતાં રાહુલ ગાંધી ન તો સાંપ્રદાયિક નિવેદનબાજી સામે ઝૂક્યા છે કે ન તો રાજનીતિની સામે. આ દેશની સ્થિતિને જોતા ભારત જોડો જેવા પ્રયાસ સરાહનીય છે.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા બુધવારે સવારે તેલંગાનાના હૈદરાબાદથી શરૂ થઈ છે. માર્ચને લઈને શહેરની ટ્રાફિક પોલીસે અનેક એડવાઈઝરી જાહેર કરી છે.

Back to top button