નરગીસ ફખરીની બહેનની પોલીસે કેમ કરી ધરપકડ? જાણો શું છે મામલો
મુંબઈ, તા. 2 ડિસેમ્બર, 2024: બોલીવુડની જાણીતી એક્ટ્રેસ નરગીસ ફખરી સમાચારમાં આવી છે. આ વખતે તે ફિલ્મોને લઈ નહીં પરંતુ બહેન આલિયાના કારણે સમાચારમાં છે. નરગીસની બહેન આલિયાની હત્યા અને આગચંપીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ મુજબ 43 વર્ષીય આલિયા પર તેના પૂર્વ પ્રેમી તથા તેની નવી ફિમેલ ફ્રેન્ડની હત્યા કરવાનો આરોપ છે.
થોડા સપ્તાહ પહેલા નરગીસે કહ્યું હતું કે, તે સતત 8 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહી છે. તે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતી હતી. તેમાં આર્સેનિક, સીસાનું ઝેર અને તણાવને કારણે થતી શારીરિક બીમારીઓ સામેલ હતી. ફખરીએ જણાવ્યું હતું કે જ્યારે તે ભારત આવી ત્યારે તેને આર્સેનિક અને સીસાનું ઝેરની બીમારી હતી. આ ઝેર પાણી, ખોરાક અથવા કાટવાળી લીડ પાઇપમાંથી આવી શકે છે.
View this post on Instagram
ફખરીએ કહ્યું કે બોલિવૂડમાં કામ કરવાના માનસિક અને શારીરિક તણાવને કારણે તે અસ્વસ્થ થઈ ગઈ હતી. તેણીને ઘણી શારીરિક બિમારીઓ હતી જેણે તેણીના અંગત જીવનમાં અવરોધ ઊભો કર્યો હતો. તણાવને કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ ફાખરીએ કહ્યું કે તે આઠ વર્ષ સુધી દરરોજ કામ કરતી હતી અને ભાગ્યે જ તેના પરિવાર સાથે રહેતી હતી. તેને સ્વસ્થ થવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો.
આ પણ વાંચોઃ આ દેશમાં સેક્સ વર્કર્સને પણ મળશે મેટરનિટી લીવ સહિતની સુવિધા, બન્યો કાનૂન
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S