માતા બનવા જઈ રહી છે એક્ટ્રેસ દિશા પરમાર, પતિ સાથે શેર કર્યા આ ફોટોઝ
Disha Parmar pregnancy: એક ઇન્ટર્વ્યુંમાં રાહુલએ કીધું કે તે કામથી ગોવા ગયો હતો ને પરત વર્તા દિશાએ આ સમાચાર આપ્યા હતા, મને હજી આ વાત પર વિશ્વાસ નથી કરી શકતો કે હું પાપા બનવાનો છું.
દિશા પરમારના ઘરમાં ટૂંક સમયમાં કિલકારીઓ ગુંજશે. દિશા પરમારએ આ ખુશખબર ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં ફોટો શેર કરીને કરી હતી. દિશાએ તેના બેબી બમ્પ સાથે આ ડ્રેસમાં પોઝ આપ્યો હતો. જ્યારે હસબન્ડ રાહુલે સ્લેટ પકડી હતી જેમાં લખ્યું હતું – મમ્મી અને પપ્પા ટુ બી! દિશાએ તે સાથે સોનોગ્રાફીની વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર શેર કરી પોતાના ફેન્સને પ્રેગ્નન્સીના ખુશ ખબર શેર કર્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિશાએ કૅપ્શન આપ્યું હતું,”મમ્મી ડૅડી બનનારા અને બેબી તરફથી સૌને હેલો”. 16 જુલાઈ ૨૦૨૧માં દિશાએ સિંગર રાહુલ વૈદ્ય સાથે લગ્ન કર્યાં હતાં. અને હવે 2023માં એમના ઘરે નાના પગલા કરનાર બાળકનું આગમન થવાનું છે.
રહુલ વૈધને આવી રીતે થયો હતો દિશા પરમારથી પ્રેમ
દિશા અને રાહુલની લવ સ્ટોરીની શરૂઆત દિશા દ્વારા કરવામાં આવેલી હતી. દિશાએ 2018માં ઈન્સ્ટાગ્રામ પર રાહુલના સોંગ પર કોમેન્ટથી કરી હતી. દિશાએ જણાવ્યું હતું કે, ‘મને રાહુલનું એક સોન્ગ ખૂબ પસંદ આવ્યું હતું તો મેં કોમેન્ટ કરી કે-Loved It!’. રાહુલે એમાં ઉમેર્યું કે, ‘મેં વિચાર્યું કે આટલી સુંદર છોકરી છે તો તક કેવી રીતે જતી કરું’. મેં મેસેજ કર્યો અને અમે વાત કરવાનું શરુ કર્યું હતું, એક બીજાની કંપની ગમતા અમે નંબર પણ એક્સચેન્જ કર્યો હતા . અને અમારુ પહેલું હેન્ગઆઉટ ત્યારે થયું હતું જ્યારે હું મારા સોન્ગ ‘યાદ તેરી’નું શૂટિંગ દિલ્હીમાં કરી રહ્યો હતો.આ દરમિયાન મારા મનમાં તેના માટે લાગણીઓ જન્મી હતી. તે બિગ બોસના ઘરમાં ગયો તે પહેલા અમે સારા મિત્રો હતા’ પણ રાહુલે ‘બિગ બોસ 14’ ના સેટ પર મને પ્રપોઝ કર્યું. તે બાદ ૨૦૨૧માં અમે લગ્ન કર્યા હતા .
આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીએ પુત્ર વિયાનને તેના જન્મદિવસ પર ખાસ રીતે પાઠવી શુભેચ્છા, અભિનેત્રીએ શેર કર્યો એક ફની વીડિયો