મનોરંજન

અભિનેત્રી અદિતિ રાવ હૈદરી ફરી તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળી, લોકોએ કહ્યું- આ લગ્નની જાહેરાત છે

Text To Speech

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ સાઉથની ફિલ્મના ગીત ‘તુમ તુમ’ પર ડાન્સ કરતા જોવા મળી છે. આદિતિએ તેના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સિદ્ધાર્થ સાથે ડાન્સ કરતા જોવા મળે છે. જેમાં બંનેએ પોતાના ડાન્સ સ્ટેપ્સને ખૂબ જ સુંદર રીતે મેચ કર્યા છે.

અદિતિ અને સિદ્ધાર્થે શેર કરી રીલ

બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી છેલ્લા કેટલાક સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. અદિતિનું નામ અભિનેતા સિદ્ધાર્થ સાથે જોડવામાં આવી રહ્યું છે અને હવે તેની એક સોશિયલ મીડિયા પોસ્ટે આ અફવાઓને વેગ આપ્યો છે. અદિતિ અને સિદ્ધાર્થે ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે જેમાં આ બંન્ને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

અદિતિ હૈદરી અને સિદ્ધાર્થ -humdekhengenews

અદિતિ અને સિદ્ધાર્થ ફરી સાથે ફરી એક વાર દેખાઈ

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ સાઉથની ફિલ્મના ગીત ‘તુમ તુમ’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બંનેએ તેમના ડાન્સ સ્ટેપ્સને ખૂબ જ સુંદર રીતે મેચ કર્યા છે અને આ દરમિયાન લોકોને ફરી એકવાર બંનેને જોડવાનું કારણ મળ્યું છે. અદિતિ અને સિદ્ધાર્થના ચહેરા પર ખુશી અને સાદગી સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેની ચાહકો વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

વીડિયો પર લોકોએ આપી આ પ્રતિક્રિયા

આ વીડિયોને શેર કરતાં અદિતિ રાવ હૈદરીએ લખ્યું કે, “ડાન્સ મંકીઝ – ધ રીલ ડીલ”. એક ચાહકે કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે – આ કેટલું ક્યૂટ કપલ છે. તેમજ એક અન્ય વ્યક્તિએ લખ્યું કે – આ છોકરો ફક્ત તેની આંખો અને હાવભાવથી જ ડાન્સ કરી શકે છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે- શું તેઓ આ બહાને પોતાના લગ્નની જાહેરાત કરી રહ્યા છે ?

આ રોમેન્ટિક ફિલ્મમાં સાથે કર્યું કામ

ઉલ્લેખનીય છે કે અદિતિ અને સિદ્ધાર્થ થોડા સમય પહેલા એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ આ બંને વિશે અફવાઓ ઉડવાની શરુ થઈ ગઈ. બંનેએ વર્ષ 2021માં Maha Samudram ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને આ રોમેન્ટિક ફિલ્મમાં બંનેની જોડી અદભૂત લાગી રહી હતી. તેમજ અદિતિ રાવ હૈદરી તેની આગામી સિરીઝ ‘હીરામંડી’ માટે ખૂબ જ ચર્ચામાં છે.

આ પણ વાંચો : દેવાયત ખવડના જામીન કોર્ટે કર્યા મંજૂર, આ શરતો સાથે 72 દિવસ બાદ જેલમાંથી આવશે બહાર

Back to top button