અભિનેતા વરુણ અને જાહ્નવીનો વિડીયો થયો વાયરલ, યુઝર્સે કહ્યું- ‘આજકાલ અભિનય કરતાં આ વધુ મહત્વનું છે’


જાહ્નવી કપૂર અને વરુણ ધવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વરુણ જ્હાન્વીનો મેક-અપ ઠીક કરી રહ્યો છે.સાથે જો વાત કરવામાં આવે તો વરુણ ધવન અને જાહ્નવી કપૂર આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ બવાલને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. મંગળવારે બવાલનું સ્ક્રીનિંગ હતું જેમાં ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. બવાલના સ્ક્રીનિંગમાં સેલેબ્સનો મેળો હતો. વરુણ અને જાન્હવીએ પણ પાપારાઝી માટે ખૂબ પોઝ આપ્યા હતા.
પોઝ આપતાની સાથે જ વરુણ અને જ્હાન્વીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે જ્હાન્વીનો મેક-અપ ઠીક કરતો જોવા મળી રહ્યો છે.બંનેએ સાથે મળીને પોઝ આપ્યા તે દરમિયાન વરુણે જ્હાન્વીનો મેકઅપ ઠીક કરતો જોવા મળી રહ્યો હતો.વરુણ અને જ્હાન્વીના આ વીડિયો પર યુઝર્સે કોમેન્ટ કરી છે .
View this post on Instagram
એક યુઝરે લખ્યું- આ લોકો પ્રમોશન માટે કેટલો શો ઓફ કરે છે. જ્યારે બીજાએ લખ્યું- આમાં આટલી બધી બૂમો પાડવાની શું વાત છે. એકે તો ત્યાં સુધી લખ્યું છે કે આજકાલ અભિનય કરતાં આ વધુ મહત્વનું છે.અભિનેત્રીની જો વાત કરવામાં આવે તો જ્હાન્વી કપૂર તેના ડ્રેસને લઈને ઘણી ટ્રોલ થઈ રહી છે. તે સ્ક્રિનિંગ પર યોગ્ય રીતે ચાલી શકતી ન હતી જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. લોકો કહે છે કે જ્યારે તમે આ પ્રકારના ડ્રેસને સંભાળી શકતા નથી તો પછી શા માટે પહેરો છો.
આ પણ વાંચો : ફેન્સ તરફથી આલિયાને મળેલી ગિફ્ટ જોઈ રણવીરે કહ્યું..’મને આપી દો,તમારા ભાભી ખુશ થશે’