મનોરંજન

ટામેટાંના ભાવને લઈને અભિનેતા સુનિલ શેટ્ટીએ આપ્યું નિવેદન, જાણો પછી કેમ માંગી માફી

Text To Speech

ટામેટાના ભાવ આસમાને છે. વધતા ભાવના કારણે સામાન્ય લોકોથી લઈને સેલેબ્રીટી પણ પરેશાન છે.હાલમાં જ અભિનેતા સુનીલ શેટ્ટી ટામેટાની વધતી કિંમતો પર નિવેદન આપ્યું હતું.જેના બાદ સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે.સાથે જ અભિનેતાને આ વિવાદને લઈને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

એક્ટરે કહ્યું,'મારી સાથે કોઈ 50 કરોડની ફિલ્મનું પણ રિસ્ક નહીં લે, પણ તેઓ  અક્ષય કુમાર સાથે 500 કરોડની ફિલ્મ કરશે' | Suniel Shetty Says Nobody Will  Risk A Rs 50 Crore Film

હવે ટ્રોલિંગથી પરેશાન થઈને અભિનેતાએ તેના પર સ્પષ્ટતા આપી છે.દેશમાં લોકો હાલ ટામેટાની વધતી કિંમતોથી પરેશાન છે.ત્યારે વધતા ભાવના કારણે સામાન્ય લોકોથી લઈને સેલેબ્રીટી પણ ચિંતામાં છે.એવામાં સુનીલ શેટ્ટીએ પણ પોતાના ઘરની સ્થિતિ શેર કરી અને જણાવ્યું કે તેની અસર તેમના કિચનમાં પણ પડી રહી છે. કારણ કે તેમનો પરિવાર ફ્રેશ શાકભાજી ખાવાનું પસંદ કરે છે.

View this post on Instagram

 

A post shared by Suniel Shetty (@suniel.shetty)

અભિનેતાએ જણાવ્યું કે તે પોતાના ફોન એપથી શાકભાજી ઓર્ડર કરે છે. જેના ભાવમાં માર્કેટની તુલનામાં ખૂબ ફરક હોય છે. હવે સુનીલ શેટ્ટીના આ નિવેદને સોશિયલ મીડિયા પર બબાલ ઉભો કરી દીધો છે. લોકો એક્ટરને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. એવામાં સુનીલ શેટ્ટીએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા ખેડૂતોની માફી માંગી છે.અભિનેતાએ કહ્યું, “હું ખેડૂતોનું સમર્થન કરૂ છું. હું મારા દેશના બધા ખેડૂતોની ઈજ્જત કરૂ છું. જો તેમને મારી કોઈ પણ વાતનું ખોટુ લાગ્યું હોય  તો હું બધાની માફી માંગુ છું. કૃપા મારા નિવેદનને ખોટી રીતે રજૂ ન કરવામાં આવે.”

આ પણ વાંચો : કિયારા અડવાણી પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એરપોર્ટ પર નજરે ચડી, તસવીરો થઇ વાયરલ

Back to top button