વડોદરામાં અભિનેતા સલમાન ખાનની બર્થ ડે ઉજવણી પડી ભારે, પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવ્યો
વડોદરા, 28 ડિસેમ્બર, તાજેતરમાં બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાનનો જન્મદિવસ હતો. તે નિમિત્તે વડોદરાના અલકાપુરી ખાતે આવેલા કપડાના શો રૂમના મેનેજર દ્વારા અન્ય સાથે મળીને શો રૂમની આગળ પરવાનગી વગર જ લાઉડ સ્પીકર મુકી, લાઇટીંગ કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે અકોટા પોલીસને જાણ થતા ઉજવણીનો અંત પોલીસ મથકમાં આવ્યો હતો. અકોટા પોલીસે ત્રણની અટકાયત કરીને લાઉડ સ્પીકર સહિતનો સામાન જપ્ત કર્યો હતો.
બોલીવુડના ‘ભાઈજાન’ 59 વર્ષના થઈ ગયા છે. સલમાન ખાને પોતાનો 59મો જન્મદિવસ શાનદાર રીતે ઉજવ્યો. તેમના નજીકના લોકોએ આ દિવસને વધુ ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નથી. જેને લઈને વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા સલમાન ખાનની બર્થ ડે મનાવવી તેના અમુક ચાહકોને ભારે પડી અને તેમને પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવ્યો છે. વડોદરામાં ત્રણ યુવકે સલમાન ખાનના બર્થ ડેની ઉજવણી માટે બ્રાન્ડેડ કપડાના શોરૂમના મેનેજર, એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર સહિત અનેક ૩ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાઉડસ્પીકર અને લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિક રહેવાસીઓ પરેશાન થયા હતા.
મીડિયા દ્વારા આ તરફ ધ્યાન દોરવામાં આવ્યા બાદ ઘટના પ્રકાશમાં આવી હતી. જેના કારણે અકોટા પોલીસે કાર્યવાહી કરી હતી.. પોલીસે શોરૂમના વિપુલ મકવાણા, મેનેજર સરફરાઝ સૈયદ અને ઉજવણીનું આયોજન કરવા માટે જવાબદાર ઇવેન્ટ પ્લાનર સલમાન મેમણની ધરપકડ કરી હતી. ઉજવણીમાં ભેગા થઇને લાઇટીંગ કરીને તથા લાઉડ સ્પીકર વગાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંગે પોલીસને જાણ થતા જ ટીમ સ્થળ પર પહોંચી હતી. અને લાઉડ સ્પીકર બંધ કરાવ્યા હતા. છતાં પોલીસના આદેશની અવગણના કરતા આ મામલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો..સલમાન ખાને ભાણી આયત સાથે ઉજવ્યો 59મો બર્થડે, જુઓ વીડિયો