ટ્રેન્ડિંગનેશનલ
રવીના ટંડનને મળ્યો પદ્મશ્રી એવોર્ડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત


બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો હતો, જેમાં રવિના ટંડનને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો છે.
#WATCH | Actor Raveena Tandon receives the Padma Shri from President Droupadi Murmu pic.twitter.com/9BaFYP3TZi
— ANI (@ANI) April 5, 2023
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા સન્માનિત
વીડિયો સામે આવ્યો છે તેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અભિનેત્રી રવીના ટંડનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રવિના ટંડન સાડી પહેરીને ટ્રેડિશનલ લુકમાં પહોંચી છે. આ એવોર્ડ અભિનેત્રીને ભારતીય સિનેમામાં તેના યોગદાન અને તેના સખાવતી કાર્યો માટે આપવામાં આવ્યો છે.