અભિનેતા રાજકુમાર રાવ ચૂંટણી પંચના નેશનલ આઈકોન તરીકે નિયુક્ત
- અભિનેતા રાજકુમાર રાવે મતદાનને પ્રોત્સાહન આપવા ચૂંટણી પંચ સાથે કર્યા MoU
- ફિલ્મ ન્યુટન દ્વારા રાજકુમાર રાવે મતદાન અંગે લાવી છે જાગૃતતા
ભારતીય ચૂંટણી પંચ દ્વારા મુખ્ય રાજ્યોની ચૂંટણીઓ અને 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા ગુરુવારે અભિનેતા રાજકુમાર રાવની તેના નેશનલ આઇકોન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. અભિનેતા રાજકુમાર રાવે મતદાર શિક્ષણ અને મતદાનને પ્રોત્સાહન આપવા માટે ચૂંટણી પંચ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જેનો હેતુ લોકોને મત આપવા માટે પ્રેરિત કરવાનો છે.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા નેશનલ આઇકોનની સતાવાર જાહેરાત
#WATCH भारत चुनाव आयोग ने अभिनेता राजकुमार राव को अपना नेशनल आइकन नियुक्त किया। मतदाता शिक्षा और मतदान को बढ़ावा देने के लिए चुनाव आयोग के साथ समझौता ज्ञापन पर हस्ताक्षर किए गए। https://t.co/nQNjpKoGk1 pic.twitter.com/lC4I0RF9u0
— ANI_HindiNews (@AHindinews) October 26, 2023
ભારતીય ચૂંટણી પંચ (ECI) નવેમ્બરમાં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા રાજકુમાર રાવને તેના રાષ્ટ્રીય ચિહ્ન(આઈકોન) તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા ગુરુવારે એક કાર્યક્રમમાં સત્તાવાર રીતે અભિનેતા રાજકુમાર રાવને નેશનલ આઈકન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ પગલાનો હેતુ દેશભરના લાખો લોકોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રેરિત કરવાનો છે.
અભિનેતા રાજકુમાર રાવે ફિલ્મ ન્યુટન દ્વારા મતદાન અંગે લાવી જાગૃતતા
અભિનેતા રાજકુમાર રાવ, ફિલ્મ ઉદ્યોગમાં તેમની બહુમુખી ભૂમિકાઓ માટે જાણીતા છે તેમજ તેમણે હિન્દી ફિલ્મ ન્યૂટનમાં તેમના સિદ્ધાંતવાદી સરકારી કારકુનની ભૂમિકા માટે વ્યાપક પ્રશંસા મેળવી છે. વિવિધ પડકારોને પાર કરીને છત્તીસગઢના માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો તેમના પાત્રનો અતૂટ સંકલ્પએ ફિલ્મની ખાસિયત હતી. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી તેમને પ્રશંસા મળી. આ ફિલ્મને હિન્દીમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ન્યુટન 90મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણી માટે ભારતની સત્તાવાર રજૂઆત પણ હતી. રાવને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે નિયુક્ત કરવાનો ચૂંટણી પંચનો નિર્ણય લોકતાંત્રિક પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા માટે મતદારોને પ્રોત્સાહિત કરવા અને સંલગ્ન કરવાના તેના ચાલુ પ્રયાસો સાથે સુસંગત છે.
અગાઉ આ પેનલમાં દિગ્ગજ ક્રિકેટર અને ગોડ ઓફ ક્રિકેટ ગણાતા સચિન તેંડુલકર, એમ.એસ.ધોની, એમ.સી. મેરી કોમ તેમજ અભિનેતા પંકજ ત્રિપાઠી અને આમિર ખાન જેવી ખ્યાતનામ હસ્તીઓ રાષ્ટ્રીય આઇકોન તરીકેનું બિરુદ મળી ચૂક્યા છે.
આ પણ જાણો :એનિમલ પછી રણબીર કપૂર 6 મહિનાનો લેશે બ્રેક