નેશનલ

સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જતી બસને નડ્યો અકસ્માત, 62 શ્રદ્ધાળુઓ ઘાયલ

Text To Speech

કેરળના સબરીમાલા મંદિરમાં દર્શન કરવા ગયેલા ભક્તોની બસ ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 60 થી વધુ લોકો ઘાયલ થયા છે, કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવામા આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભક્તો મંદિરના દર્શને ગયા હતા, બધા બસમાં બેસીને પાછા ફરી રહ્યા હતા આ દરમિયાન તેઓ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.

 બસ ખાડીમાં ખાબકી

આજે કેરળના સબરીમાલા મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોની બસ ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 60 થી વધુ લોકો ઘાયલ થયા છે, કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સબરીમાલા મંદિરમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ પરત ફરી ત્યારે આ અકસ્માત થયો. જેના કારણે બસ ખાઈમાં પડી ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવરની ભૂલ હતી કે અન્ય કોઈ બાબત, તે હજુ સ્પષ્ટ થયું નથી.

દુર્ઘટનામાં 62 લોકો ઘાયલ

ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે બપોરે લગભગ 1.30 વાગ્યે સબરીમાલા મંદિરથી ભક્તોની બસ પરત ફરી રહી હતી. બસમાં ઘણા બાળકો પણ સવાર હતા. ત્યારે વળાંક પર ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ સીધી ખાડીમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 62 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાં 9 બાળકોને પણ ઈજા પહોંચી છે. આ તમામ શ્રદ્ધાળુઓ તમિલનાડુના માયલાદુથરાઈના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

પોલીસના જણાવ્યું મુજબ આ ઘટનામાં 62 યાત્રાળુઓ ઘાયલ થયા હતા જેમાથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થતા તેમને પથાનમથિટ્ટા અને એરુમેલીની વિવિધ હોસ્પિટલોમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો : દરિયાઇ સીમા સુરક્ષાને લઇ નિરીક્ષણ : ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી બેટ દ્વારકા પહોંચ્યા

Back to top button