ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવર્લ્ડ

જુનિયર NTR જાપાનમાં આવેલા ભૂકંપથી માંડ-માંડ બચ્યો, પરિવાર સાથે વેકેશન માણવા ગયો હતો

Text To Speech

હૈદરાબાદ (તેલંગાણા), 02 જાન્યુઆરી 2024: સાઉથના સુપરસ્ટાર જુનિયર NTR જાપાનમાં આવેલા ભૂકંપથી માંડ-માંડ બચ્યા છે. આ વાત તેણે X પર જણાવી પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. તે ગયા સપ્તાહથી જાપાનમાં વેકેશન એન્જોય કરવા તેની ફેમિલી સાથે ગયો હતો, જ્યાં હાલમાં ભૂકંપના કારણે ચારેબાજુથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા રહ્યા છે. અભિનેતાએ પોતે જ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર જાપાન વેકેશન વિશે માહિતી આપી છે. 2 જાન્યુઆરીએ, તેણે X પર એક નિવેદન શેર કર્યું કે તે ઘરે પાછો ફર્યો છે. તેણે એમ પણ લખ્યું કે તે ‘જાપાનમાં આવેલા ભૂકંપથી તે આઘાતમાં છે’.

જુનિયર એનટીઆર જાપાનના ધરતીકંપથી માંડ-માંડ બચ્યા

જુનિયર એનટીઆર અને તેના પરિવારના સભ્યો ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે દેશની બહાર વેકેશન માણવા જતા હોય છે. આ વર્ષે અભિનેતા તેની પત્ની લક્ષ્મી પ્રણતિ અને તેના બે બાળકો અભય અને ભાર્ગવ સાથે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા જાપાન ગયો હતો. RRR અભિનેતા જુનિયર NTR એ કહ્યું કે ભૂકંપના થોડા કલાકો પહેલા જ તે ત્યાંથી નીકળી ગયો હતો.

હું ખૂબ આઘાતમાં છું – એક્ટર

જુનિયર NTRએ ભારત પરત ફરતાંની સાથે X પર લખ્યું કે, જાપાનમાં આવેલા ભૂકંપથી હું ખૂબ જ આઘાતમાં છું, ત્યાનાં લોકો માટે હું ભગવાનથી પ્રાર્થના કરું છું, જે લોકો આ આપત્તિમાંથી બચવામાં સફળ રહ્યા છે તેમના માટે હું ખુશ છું. જાપાનમાં તબાહીનો ભયંકર નજારો જોવા મળ્યો છે. મહત્ત્વનું છે કે, જાપાનમાં સોમવારે આવેલા ભયાનક ધરતીકંપથી 13 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે હાલમાં ધરતીકંપમાં ફસાયેલા લોકો માટે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, એક દિવસમાં ભૂકંપના 155 આચંકાઓ અનુભવાયા છે.

આ પણ વાંચો: જાપાન બાદ હવે મ્યાનમારની ધરા ધ્રુજી, જોરદાર ભૂકંપથી લોકોમાં ગભરાટ

Back to top button