અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સુકેશ ચંદ્રશેખરના 215 કરોડ રૂપિયાની વસૂલાતના મામલામાં ફસાયેલી જણાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં જેકલીનને પણ આરોપી બનાવી છે. અહેવાલો અનુસાર, ED બુધવારે જેકલીન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેકલીન જાણતી હતી કે સુકેશ ચંદ્રશેખર ગુનેગાર છે અને તે રિકવરીમાં સામેલ છે. બીજી તરફ સુકેશ પાસેથી વસૂલ કરાયેલા પૈસાનો ફાયદો જેકલીનને પણ થયો હતો.
સુકેશે જેકલીનને 10 કરોડની ભેટ આપી હતી
સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીનની આ પહેલા પણ અનેકવાર પૂછપરછ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, EDની તપાસમાં બહાર આવ્યું છે કે સુકેશે જેકલીનને લગભગ 10 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જેકલીનની 7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સુકેશે માત્ર જેકલીનને જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યોને પણ કિંમતી ભેટ આપી હતી.
ઠગ સુકેશ ઘણા કેસમાં ફસાયેલો છે
સુકેશ પર વિવિધ રાજ્યોમાં લગભગ 32 અપરાધિક કેસ છે. તેની સામે સીબીઆઈ, ઈડી અને ઈન્કમ ટેક્સની તપાસ પણ ચાલી રહી છે.
સુકેશ જેલમાંથી મોકલતો હતો ગીફ્ટ
સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડીઝની ઘણી ખાનગી તસવીરો પણ લીક થઈ છે. સુકેશના પકડાયા બાદ જેકલીનને પણ છેતરપિંડી કરીને પોતાની જાળમાં ફસાવી હોવાનું બહાર આવ્યું હતું. તે જેકલીનને જેલમાંથી ગિફ્ટ મોકલતો હતો અને વાતો પણ કરતો હતો.