મનોરંજન

‘મહાભારત’ સિરિયલમાં શકુની મામાનું પાત્ર ભજવનાર એક્ટર ગૂફી પેન્ટલની હાલત નાજુક

સીરિયલ ‘મહાભારત’માં ‘શકુની મા’નું પાત્ર ભજવીને દરેકના દિલમાં છાપ છોડનાર ગૂફી પેન્ટલ હાલમાં ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં છે. સીરિયલ ‘મહાભારત’માં ‘શકુની મા’નું પાત્ર ભજવીને ખૂબ જ ફેમસ બનેલા ગૂફી પેન્ટલ ખૂબ જ બીમાર હોવાનું કહેવાય છે. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત ખૂબ જ ગંભીર છે.જાણીતી અભિનેત્રી ટીના ઘાઈએ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે, તેણે ગૂફીના પરિવારને ટાંકીને આ વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.

ગુફી પેન્ટલની તબિયત નાજૂક

ટીના ઘાઈએ તેના ઈન્સ્ટાગ્રામ પર ગુફી પેન્ટલની એક તસવીર શેર કરી અને તેની ખરાબ તબિયત વિશે જાણકારી આપી. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગુફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે. પ્રાર્થના કરો ઓમ સાંઈ રામ પ્રાર્થના, સાજા થવા માટે પ્રાર્થના, પ્રાર્થનાની જરૂર છે.” અને ટીના ઘાઈની આ પોસ્ટ બાદ તમામ ચાહકો કોમેન્ટ બોક્સમાં પીઢ અભિનેતાની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ફી પેન્ટલ-humdekhengenews

ટીના ઘાઈએ આપી માહીતી

ટીનાએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે ગૂફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે. પ્રાર્થના, જે પછી લોકોએ તેની આ પોસ્ટ પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. એક મીડિયા સંસ્થા સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે અભિનેતા અને તેના પરિવારે આ વિગતો કોઈની સાથે શેર કરવાનો ઈન્કાર કર્યો છે. તેણે વધુમાં કહ્યું કે ગૂફીના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા, પરંતુ 31 મેના રોજ તેમની હાલત નાજુક થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગુફીએ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે

ગુફી પેન્ટલની વાત કરીએ તો તેણે 1980ના દાયકામાં ટીવી સિરિયલો સિવાય ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે મહાભારત ઉપરાંત શ્રી ચૈતન્ય મહાપ્રભુ નામની એક ફિલ્મનું પણ નિર્દેશન કર્યું હતું. 2010 માં ગૂફી પેન્ટલે મુંબઈમાં મહાભારતના સહ-અભિનેતા પંકજ ધીર સાથે એક્ટિંગ સ્કૂલ ખોલી.

 

View this post on Instagram

 

A post shared by Tinaa Ghaai (@tinaaghaai)

ગૂફી પેન્ટલની કારકિર્દી

ગૂફી પેન્ટલના કરિયરની વાત કરીએ તો તેણે 1980ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સાથે જ તે ટીવી સિરિયલોમાં પણ જોવા મળી હતી. જો કે, બીઆર ચોપરાની સીરીયલ મહાભારતમાં શકુની મામાની ભૂમિકા ભજવીને તે ઘરે ઘરે જાણીતા બની ગયા છે.આજે પણ આ પાત્ર લોકોના મનમાં જીવંત છે. તમને જણાવી દઈએ કે ગુફી એક્ટર બનતા પહેલા એન્જિનિયર હતા.

 આ પણ વાંચો : ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે ! આ વિસ્તારોમાં ફરી 50 કિમીની ઝડપે પવન સાથે ખાબકશે વરસાદ

Back to top button