અભિનેતા અલ પચિનો 83 વર્ષે બનશે પિતા! ગર્લફ્રેન્ડની ઉંમર 29 વર્ષ
- એક્ટર અલ પચિનો 83 વર્ષે પિતા બનશે
- અલ પચિનોની ગર્લફ્રેન્ડ તેની દીકરી કરતાં પણ નાની!
- ગર્લફ્રેન્ડની ઉંમર 29 વર્ષ
- અલ પચિનો પહેલાથી જ 3 બાળકોના પિતા છે
હોલિવૂડના દિગ્ગજ અભિનેતા અલ પચિનો 83 વર્ષની ઉંમરે પિતા બનશે. ‘ગોડફાધર’ જેવી દિગ્ગજ ફિલ્મમાં કામ કરનાર અભિનેતાની ગર્લફ્રેન્ડ નૂર અલફલ્લાહ એક બાળકના સ્વાગત માટે તૈયાર છે. મહત્વનું છે કે અભિનેતાની ગર્લફ્રેન્ડ 29 વર્ષની છે જ્યારે અલ પચિનો પહેલાથી જ 3 બાળકોના પિતા છે.
મિડિયા રિપોર્ટ અનુસાર, અલ પચિનો એપ્રિલ 2022 થી તેની ગર્લફ્રેન્ડ ‘નૂર અલફલ્લાહ’ને ડેટ કરી રહ્યો છે. તેમના સંબંધોની ચર્ચા ત્યારે સામે આવી જ્યારે તેઓ સાથે ડિનર કરતા જોવા મળ્યા હતા.
અલ પચિનોની સૌથી મોટી દીકરીનું નામ જુલી મેરી છે, જે 33 વર્ષની છે. આ સિવાય તેને બે જોડિયા પુત્રો એન્ટોન અને ઓલિવિયા છે. બંનેની ઉંમર 22 વર્ષની છે. નૂર અલફલ્લાહ વિશે વાત કરીએ તો, તે આ પહેલાં ઉદ્યોગપતિ નિકોલસ અને ગાયક માઈક જેગરને ડેટ કરી રહી હતી. તેણે અત્યાર સુધી જેટલા લોકોને ડેટ કર્યા છે તે તમામ 60 વર્ષથી વધુ ઉંમરના છે.
આ પણ વાંચો: જેનિફર વિંગેટે કરણસિંહ ગ્રોવરથી કેમ લીધા હતા છૂટાછેડા? અભિનેત્રીએ વર્ષો પછી તોડ્યું મૌન