- સંચાલકોએ તેને કટકે કટકે 13.50 લાખ ચૂકવી આપ્યા હતા
- સિહોરના ટ્રસ્ટ પાસેથી રૂ. 25 લાખ પડાવ્યા હતા
- પ્રકાશ ગજેરા નામના સંચાલક પાસેથી મહેન્દ્ર પટેલે 66 લાખ પડાવ્યા
સ્કૂલો બંધ કરાવવાની ધમકીઓ આપી સંચાલકો પાસેથી પૈસા પડાવતા એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની પોલખુલી છે. જેમાં એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલે સુરતની વધુ એક સ્કૂલ પાસેથી 13.50 લાખ ખંખેર્યા હતા. તથા ખોટા ડોક્યુમેન્ટના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી દસ લાખ માંગ્યા હતા. પૈસા પડાવવા પહેલા માધ્યમિક સ્કૂલ બંધ કરાવી, ત્યારબાદ ચાલુ કરાવવામાં મદદ કરી સિહોરના ટ્રસ્ટ પાસેથી રૂ. 25 લાખ પડાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ફેબ્રુઆરીથી બેવડી ઋતુનો વરતારો, જાણો ઠંડીની શું છે આગાહી
પ્રકાશ ગજેરા નામના સંચાલક પાસેથી મહેન્દ્ર પટેલે 66 લાખ પડાવ્યા
સ્કૂલો બંધ કરાવવાની ધમકીઓ આપી સંચાલકો પાસેથી પૈસા પડાવતા ઝડપાયેલા આરટીઆઇ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલે સુરતના પલસાણા પાસેની વધુ એક સ્કૂલના સંચાલકને પોતાની જાળમાં ફસાવી તેની પાસેથી 13.50 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હોવાનું ખૂલતા આ મામલે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરત તથા આસપાસના શહેરોમાં જય અંબે વિદ્યાલય નામે 18 જેટલી સ્કૂલો ચલાવતા પ્રકાશ ગજેરા નામના સંચાલક પાસેથી મહેન્દ્ર પટેલે 66 લાખ પડાવ્યા હતા. આ જ મોડસ ઓપરેન્ડીથી તેણે સુરતની જ પલસાણા નજીક તાતીથૈયા ગામે આવેલ કેપીટલ મોર્ડન સ્કૂલના સંચાલક પાસેથી પણ 13.50 લાખનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: હોસ્પિટલની બેદરકારી, પાંચ પ્રસૂતાની કિડની ફેલ થઇ બેનાં મૃત્યુ થયા
સંચાલકોએ તેને કટકે કટકે 13.50 લાખ ચૂકવી આપ્યા હતા
સ્કૂલ સંચાલક બાબુભાઇ જીવરાજભાઇ સેંજલિયા (રહે. સુરત, મુળ રહે. દલખાણિયા,ધારી) પોતે યોગી ચોકમાં આવેલ હરેક્રિષ્ણા સ્કૂલમાં આચાર્ય છે. તેઓએ પોતાના મિત્રો સાથે કેપીટલ મોર્ડન સ્કૂલ ચાલુ કરી હતી. જે સ્કૂલ બંધ કરાવી દેવા માટે મહેન્દ્ર પટેલે બોર્ડમાં અરજી કરી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બોર્ડે પ્રથમ વખત તમામ ડોક્યૂમેન્ટ સાચા હોવાનું હિયરિંગ દરમિયાન જણાવ્યું હતું. જોકે ત્યારબાદ મહેન્દ્ર પટેલે કેપિટલ મોર્ડન સ્કૂલની માધ્યમિક વિભાગની સ્કૂલ વિરૂધ્ધ અરજી કરી તેને બંધ કરાવી દીધી હતી. ત્યારબાદ તેણે સંચાલકોનો સંપર્ક કરી હવે માધ્યમિક સ્કૂલ બાદ પ્રાથમિક સ્કૂલ પણ બંધ કરાવી દેવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા. આથી સંચાલકોએ તેને કટકે કટકે 13.50 લાખ ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ મહેન્દ્ર પટેલે માધ્યમિક સ્કૂલ ચાલુ કરાવી આપવામાં મદદ કરી હતી.