અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

એક્ટીવા પર સ્ટંટ કરતો વિડિયો વાયરલ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક્સન મોડમાં

Text To Speech
  • મેઘાણીનગર રોડ પર એક્ટીવા પર સ્ટંટ કરતા ચાલકનો વિડિયો થયો વાયરલ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક્સન મોડમાં.
  • વિડિયો આધારે એક્ટીવા ચાલક વિરુધ્ધ કરવામાં આવી કાયદેસરની કાર્યવાહી.

અમદાવાદઃ મેઘાણીનગરમાં એક યુવાન એક્ટિવા ઉપર ઉભો થઈ છૂટા હાથે એક્ટિવા ચલાવી સર્કસ જેવા સ્ટંટ કરતો નજરે પડ્યો હતો. એક્ટિવા પાછળ અન્ય એક યુવાન બેઠો હતો. સ્ટંટ કરતા યુવાને આ વીડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાઇરલ થતા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક્સન મોડમાં આવી હતી અને સ્ટંટ મેનને ઝડપીને બરાબરનો પાઠ ભણાવ્યો છે.

મેઘાણીનગરમાં કર્યા હતાં યુવકે સ્ટંટ:

આ પણ વાંચો: ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, 200 લોકો ફસાયા

અમદાવાદના મેઘાણીનગરથી મેન્ટલ મારી તરફ જતા રસ્તા પર એક યુવાન સીટ ઉપર ઉભા રહી જઈને એક્ટિવા આપમેળે રસ્તા પર ચાલતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યો હતો. આ વીડિયો ટ્રાફિક પોલીસના ધ્યાને આવતા પોલીસે આ યુવાનની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, આ યુવાન મનીષ પ્રકાશભાઈ પટણી અસારવાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે તેને શોધવાનો પ્રયાસ કરતા તે મળી આવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.

જે કાયદાથી નથી ડરતા તેમને પોલીસ કાયદો ભણાવી રહી છે:

પોલીસે હાલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને કાયદાનું ભાન કરાવ્યું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવી રીતે લોકોનો જીવ જોખમમાં મૂકીને સ્ટંટ કરતાં લોકોને પોલીસ કાયદાનું ભાન કરાવી રહી છે. તેમાં પણ ખાસ કરીને આ સમગ્ર મામલે હવે પોલીસ કડક કાર્યવાહી કરવાના મૂડમાં આવી ગઈ છે અને નબીરાઓને તેમજ એવા યુવાનો જે કાયદાથી ડરતા નથી તેમને ખરેખર કાયદો શું છે તે સબક શીખવાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર; ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહીં રાખે, જાણો કારણ

Back to top button