મોરબી બ્રિજ મામલે ઓરેવા પર હવે થશે કાર્યવાહી, નગરપાલિકાએ કર્યો નિર્ણય
મોરબી ઝૂલતા બ્રિજ પર રાજ્ય સરકાર મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. આ મામલે એક અહેવાલ મુજબ મોરબી નગરપાલિકા ઝૂલતા બ્રિજનો કોન્ટ્રાક્ટ જે કંપની ઓરેવાને આપવામાં આવ્યો હતો તેને રદ્દ કરી શકે છે. હાલમા પ્રાથમિક જાણકારી અનુસાર ઓરેવા કંપનીને આ ઘટનામાં મુખ્ય જવાબદાર ગણીને કંપનીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો : મોરબી : ઐતિહાસિક પુલ ફરી એકવાર પાણીમાં, જાણો શું છે ઝૂલતાં પુલનો ઇતિહાસ
મચ્છુ નદીના ઝૂલતા બ્રિજ પરનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે છે જે કંપની પર બ્રિજ તૂટ્યો ત્યારથી જ ઘણાં સવાલો ઉઠી રહ્યા હતા. આ મામલે મોરબી નગરપાલિકા આગામી સામાન્ય સભામાં તેનો કોન્ટ્રાક્ટ જ રદ્દ કરી આગળની કાર્યવાહી હાથ ધરી શકે છે.
આ મામલે રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે હોનારતમાં કુલ 135 લોકોના મૃતદેહ મળ્યા છે. જેમાં તમામના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તથા મોટી સંખ્યામાં 170 લોકોની જાન બચાવવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરી છે. તથા મૃતકોના પરિવારને સહાય આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમજ હજી પણ બચાવનું કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ મોરબી ઘટના અંગે આપ્યું સૌથી મહત્વનું નિવેદન, પણ પછી કહ્યું કંઈક અલગ
આજે જ્યારે વડાપ્રધાન મોદી મોરબી પહોંચી રહ્યા છે ત્યારે વડાપ્રધાન રાહત ફંડમાંથી પણ બે લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત હજી પણ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. જેમાં 2 લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. તથા વ્યવસ્થા તંત્રમાં 300થી વધુ જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે.