ગુજરાતટોપ ન્યૂઝ

નવું શૈક્ષણિક સત્ર આ તારીખ પહેલાં શરૂ કરશે તો સ્કૂલો સામે કાર્યવાહી થશે: CBSE બોર્ડ

Text To Speech

શૈક્ષણિક સત્ર 1 એપ્રિલ પહેલાં શરૂ કરનારી સ્કૂલો સામે કાર્યવાહી થશે. જેમાં CBSE સંલગ્ન ઘણી સ્કૂલો વહેલા સત્ર શરૂ કરતી હોવાથી બોર્ડની તાકીદ છે. તેમાં 1 એપ્રિલ પહેલાં સ્કૂલોમાં સત્ર શરૂ ન કરવા બોર્ડનો આદેશ છે. તથા જો કોઈ સ્કૂલો વહેલા સત્ર શરૂ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ: વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાને બદલે કરોડોના કામો અપાયા: કોંગ્રેસ 

કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી

સીબીએસઈ બોર્ડ સાથે સંલગ્ન ઘણી સ્કૂલો દ્વારા નવુ શૈક્ષણિક સત્ર વહેલા શરૂ કરી દેવામાં આવતું હોવાની બોર્ડ સુધી વિગતો પહોચી છે. જેના પગલે સીબીએસઈ બોર્ડ દ્વારા સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે કે, 1લી એપ્રિલ પહેલા શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં ન આવે. જો કોઈ સ્કૂલો વહેલા સત્ર શરૂ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલો દ્વારા નક્કી કરેલા કાર્યક્રમનું ઉલ્લંઘન કરીને વહેલી સ્કૂલો શરૂ કરી દેવામાં આવી હોવાની બાબત CBSE બોર્ડના ધ્યાને આવતા સ્કૂલોને કડક આદેશ મોકલ્યો છે. જેમાં બોર્ડ દ્વારા 1 એપ્રિલ પહેલા સ્કૂલો શરૂ કરી હશે તેમની સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના કરતાં વધુ નાગરિકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા: અમિત ચાવડા

વાલીઓને પણ સ્કૂલ શરૂ કરી દેવામાં આવી હોવાના મેસેજ

બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને 1 એપ્રિલથી 31 માર્ચ સુધીના એકેડેમિક સેશનનું ચુસ્તપણે પાલન કરવા માટે નિર્દેશ આપ્યા છે. આમ, જે સ્કૂલોએ નિયમનો ભંગ કરી વહેલી સ્કૂલો શરૂ કરી હશે તેમની સામે પગલા લેવાશે. CBSE બોર્ડ દ્વારા સ્કૂલોને આપેલા આદેશમાં જણાવાયું છે કે, બોર્ડને એવી માહિતી મળી છે કે કેટલીક સ્કૂલોએ 1 એપ્રિલ પહેલા જ પોતાની સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર શરૂ કરી દીધું છે. આ ખોટું છે અને સ્કૂલોના આ નિર્ણયથી સમગ્ર વર્ષનો સિલેબસ વહેલો પૂર્ણ કરી દેવામાં આવશે. સ્કૂલોનો આ પ્રયાસ વિદ્યાર્થીઓ માટે જોખમી સાબિત થશે. જેથી સ્કૂલો 1 એપ્રિલ પહેલા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ન કરે અને આદેશનો કડક અમલ કરે. CBSE બોર્ડ સંલગ્ન શાળાઓ પૈકી અમુક શાળાઓએ શૈક્ષણિક સત્ર 1 એપ્રિલ પહેલા જ શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. વાલીઓને પણ સ્કૂલ શરૂ કરી દેવામાં આવી હોવાના મેસેજ મળી રહ્યા છે.

Back to top button