ઉત્તર ગુજરાતગુજરાત

દબાણદાર સામે કાર્યવાહી થશે : ડીસામાં સીટી સર્વે અને નગરપાલિકા દ્વારા માપણીની પ્રક્રિયા હાથ ધરાઈ

Text To Speech
  • માપણીનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને મોકલાશે

પાલનપુર : ડીસા ભણસાલી હોસ્પિટલના સંચાલકો દ્વારા ગેરકાયદેસર દબાણ થયું હોવાની ફરિયાદને પગલે સિટી સર્વે કચેરી અને નગરપાલિકા દ્વારા સાઇબાબા મંદિરથી ભણસાલી હોસ્પિટલ સુધીની માપણી હાથ ધરાઈ હતી. માપણી કર્યા બાદ તેનો રિપોર્ટ જિલ્લા કલેકટરને મોકલી આપવામાં આવશે.

ડીસા શહેરમાં આવેલી ભણસાલી ટ્રસ્ટ દ્વારા રાહદારી માટેનો જાહેર રસ્તો બંધ કરાયો હોવાની ફરિયાદ થઈ છે અને અરજદારે જિલ્લા કલેક્ટર સમક્ષ દબાણદારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ હતી. જે અંતર્ગત નાયબ કલેક્ટર આદેશ અનુસાર ડીસા સીટી સર્વે કચેરી અને નગરપાલિકાની ટીમે સાઈબાબા મંદિરથી ભણસાલી હોસ્પિટલ સુધીની માપણી હાથ ધરવામાં આવી હતી.

ડીસા સીટી સર્વે કચેરીના સુપ્રિટેન્ડેન્ટ સહિતની ટીમ દ્વારા સાઈબાબા મંદિરથી સર્વે નંબર 317 સુધીની માપણી હાથ ધરવામાં આવી હતી. ડીસા નગરપાલિકા તેમજ અરજી કરનાર અરજદાર અને ભણસાલી ટ્રસ્ટના સંચાલકોને સાથે રાખી માપણી હાથ ધરાતાં સરકાર દ્વારા ભણસાલી ટ્રસ્ટને‌ જમીન ફાળવવામાં આવેલી કરતા નગરપાલિકાની જમીન ઉપર વધારાનું ગેરકાયદેસર દબાણ થયું હોવાનું પ્રાથમિક તબકકે માલુમ પડ્યું હતું. જે બાબતે તપાસ કરનાર ટીમે માપણીનું પંચનામુ કરી જિલ્લા કલેક્ટર સમક્ષ રિપોર્ટ મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે હવે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ દબાણદાર સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા-ભાઈનું અપહરણ : ડીસા પોલીસે રાતભર શોધખોળ ચલાવી બંનેને છોડાવ્યા

Back to top button