ગુજરાતની હાઈટેક જેલોમાં 24 માર્ચે મોડીરાત્રે ઓચિંતુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેલમાંથી મોટી સંખ્યામાં પ્રતિબંધિત સામગ્રી પણ મળી આવી હતી પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આટલા દિવસ પછી પણ કેદીઓ સહિત એક પણ જવાબદાર આરોપીનું નામ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું ન હતું. ત્યારે હાલ મળતી માહિતી મુજબ મળેલ પ્રતિબંધિત સામાન મામલે તંત્ર દ્વારા હવે એક્શન લેવામાં આવી રહ્યું છે અને 5 જેલના જેલર સામે કારવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Lok Sabha 2024 : કોંગ્રેસ અધ્યક્ષના નિવાસે નીતિશ, રાહુલ, તેજસ્વી યાદવની બેઠક
ઉલ્લેખનીય છે કે લાજપોર જેલમાં કેદીઓએ એક બેરેકમાં આગ પણ લગાવી દીધી હતી. બાદમાં ઉચ્ચ અધિકારીઓએ પોલીસકર્મીઓની અલગ-અલગ ટીમો બનાવી એક સાથે તમામ બેરેકમાં કેદીઓના સામાનની તલાશી લીધી હતી. આ ઉપરાંત શૌચાલય સહિત વિવિધ સ્થળોએ વ્યાપક સર્ચ કરવામાં આવ્યું હતું. પોલીસને વિવિધ જેલ પરિસરમાંથી ગાંજા, ચરસ, મોબાઈલ, તમાકુ અને અન્ય પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. પોલીસની ટીમો દ્વારા કોઈપણ કેદીના કબજામાંથી આમાંથી કોઈપણ સામગ્રી મળી આવી નથી. ત્યારે આ પ્રતિબંધિત સામાન જેલોમાં ક્યાંથી આવ્યો તે મામલે છેલ્લા ઘણા સમયથી સવાલો થઈ રહ્યા હતા.